Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

GSTમાં જેટલીએ મગજ દોડાવ્યું નથી, તેમને બરતરફ કરો: યશવંત સિંહા

- જેટલી ફરી યશવંત સિંહાના નિશાન પર

નવી દિલ્હી, તા. 11 નવેમ્બર 2017 શનિવાર

વાજપેયી સરકારમાં નાણા પ્રધાન રહેલા યશવંત સિંહાએ ફરી એક વખત અરુણ જેટલીને નિશાન બનાવ્યા છે. જીએસટી દરોમાં કરાયેલા ફેરફાર અંગે સિંહાએ જણાવ્યું છે કે જીએસટીનો અમલ કરતી વખતે જેટલીએ મગજ જ દોડાવ્યું ન હોવાથી વડાપ્રધાન મોદીએ તેમને તાત્કાલિક બરતરફ કરવા જોઇએ.

જેટલી પર ફરી એક વખત હુમલો કરતા તેમણે જણાવ્યું હતું કે કેટલાક લોકો મારા વિશે જણાવે છે કે હું 80 વર્ષની ઉંમરમાં પણ નોકરી શોધી રહ્યો છું. જે લોકો આવું કહી રહ્યાં છે તેમને હું જણાવવા માગું છું કે મેં ક્યારેય તેમની જેમ બેસીને બજેટ રજૂ કર્યુ નથી.

તેમણે જણાવ્યું હતું કે જીડીપીમાં બે ટકા ઘટાડો થયો હોવાથી દેશને ત્રણ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. બિહારમાં દલિતો અંગે ચાલી રહેલા રાજકારણ અંગે સિંહાએ જણાવ્યું હતું કે શોષિતોને તેમનો બંધારણીય અધિકાર મળવો જોઇએ.

વર્તમાન સરકાર બંધારણનું પણ મજાક ઉડાવી રહી છે. જો નીતીશ ખાનગી નોકરીમાં પણ અનામત આપવા ગંભીર હોય તો તેમણે કાયદો બનાવી કેન્દ્રને મોકલવો જોઇએ.

Post Comments