Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

એસબીઆઇની ફ્રેન્કફર્ટ અને મોરેશિયસ બ્રાન્ચના ડેપ્યુટી જનરલ મેનેજરની પૂછપરછ

- પીએનબી કૌભાંડમાં ભારતીય બેંકોની વિદેશી શાખાઓ સીબીઆઇની રડારમાં

- હોંગકોંગમાં નિરવ મોદીની ધરપકડ થઇ શકે કે નહીં તેની અમારી પાસે કોઇ માહિતી નથી : વિદેશ મંત્રાલય

(પીટીઆઇ)    નવી દિલ્હી, તા. ૧૨ એપ્રિલ 2018, ગુરુવાર

નિરવ મોદી અને મેહુલ ચોકસીની સંડોવણી ધરાવતા બે અબજ ડોલરના પીએનબી કૌૈભાંડનાં સંદર્ભમાં સીબીઆઇએ જર્મનીના ફ્રેન્કફર્ટ અને મોરેશિયસમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં કાર્યરત બે ડેપ્યુટી જનરલ મેનેજર કક્ષાના અધિકારીઓની પૂછપરછ કરી છે.

ભારતીય બેંકોની વિદેશ સ્થિત શાખાઓ માટે પીએનબી દ્વારા ઇશ્યુ કરાયેલા એલઓયુ પર સીબીઆઇ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આરબીઆઇના દિશા નિર્દેશ અનુસાર જેમ્સ અને જવેલરી સેક્ટરમાં એલઓયુની વેલિડિટી ૯૦ દિવસની હોય છે પણ મોદી અને ચોકસીને ગેરંટી આપવામાં પંજાબ નેશનલ બેંક દ્વારા આરબીઆઇના નિયમનો ભંગ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીમાં પીએનબી કૌૈભાંડ સપાટી પર આવ્યા પછી સીબીઆઇએ એફઆઇઆર દાખલ કરી હતી. જો કે ત્યાં સુધીમાં તો નિરવ મોદી અને મેહુલ ચોકસી બંને વિદેશ ભાગી ગયા હતાં.

આ દરમિયાન ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે નિરવ મોદી હોંગકોંગમાં છે કે નહીં તે અંગેની કોઇ પણ માહિતી હોંગકોંગ દ્વારા ભારતને ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. છેલ્લા કેટલાક દિવસોથી મીડિયામાં એવા અહેવાલ પ્રકાશિત થયા છે કે નિરવ મોદી હોંગકોંગમાં છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે જણાવ્યું છે કે અત્યાર સુધી અમને હોંગકોંગના સત્તાવાળાઓ દ્વારા નિરવ મોદીની ધરપકડ કરાઇ હોવાના કોઇ સમાચાર મળ્યા નથી.

રવિશકુમારે જણાવ્યું હતું કે નિરવ મોદી હોંગકોંગમાં હોવા અંગે સંસદને અપાયેલા લેખિત જવાબની અમને જાણ છે. અમે હોંગકોંગને નિરવ મોદીને ભારત સોંપવાની અપીલ કરી છે. આ સંદર્ભમાં ચીને જણાવ્યું છે કે નિરવ મોદીને ભારતને સોંપવાનો નિર્ણય હોંગકોંગના સ્થાનિક વહીવટીતંત્રને  લેવાનો છે.

Post Comments