Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કોલકાતામાં છ મહિના સુધી બાળકીનું શારીરિક શોષણ કરનાર શિક્ષક પકડાયો

- બીજા ધોરણની બાળકી શાળાએ નહીં જતાં માતાને શંકા પડી, તપાસ કરતાં ભાંડો ફુટયો

કોલકાતા, તા. 9 ફેબ્રુઆરી, 2018, શુક્રવાર

છેલ્લા છ મહિનાથી ધોરણ બેની બાળકીનું શારીરીક શોષણ કરનાર કોલકાતાની એક જાણીતી શાળાના ડાન્સ શિક્ષકની ધરપકડ કરવામાં આવી હતી. પીડિતા બાળકીના માતાએ ફરીયાદ નોંધાતા આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બાળકીએ જ્યારે શાળાએ જવાની ના પાડતાં ગુરૃવારે તેની કરાતી સતામણીની માતાને જાણ થઇ હતી. બાળકીએ કહ્યું હતું કે ડાન્સ શિક્ષક તેની છેડતી કરે છે. ગુસ્સે ભરાયેલા વાલીઓએ દેશપ્રિય પાર્કમાં શાળા સામે ભેગા થયા હતા અને આરોપી શિક્ષક સામે પગલાં ભરવા દેખાવ કર્યો હતો.

તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે શાળામાં સીસીટીવી કેમેરા નથી અને પુરૃષ શિક્ષકોને શા માટે કન્યા શાળામાં નોકરીએ રાખ્યો હતો? સત્તાવાળાઓએ સ્થિતિ બગડે નહીં તે માટે શાળા સામે પોલીસ તૈનાત કરી હતી.વાલીઓ સાથેના ઘર્ષણમાં પોલીસ અધિકારીને ઇજા થઇ હતી. રાજ્યના શિક્ષણ મંત્રી પાર્થા ચેડર્જીએ કહ્યું હતું કે દોષિતો સામે યોગ્ય પગલાં લેવાશે. તેમજ શાળામાં કોઇ ભુલ થઇ હશે તો તેના સામે પણ કાર્યવાહી કરાશે.

પશ્ચિમ બંગાળ બાળ અધિકાર સુરક્ષા પંચની સભ્ય સુદેશના રે એ કહ્યું હતું કે પીડિતાના પરિવાર પ્રત્યે અમારી સહાનુભૂતી છે.'આ એક કમનસીબ ઘટના છે. અમે તે અંગે સાંભળ્યું હતું. અમને એ પણ કહેવામાં આવ્યું હતું કે ત્યાં સીસીટીવી કેમેરા નથી. અમે હવે પીડિતાના પરિવાર સાથે વાત કરીશું. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બરમાં દક્ષિણ કોલકાતામાં પણ ચાર વર્ષની એક બાળકીની છેડતી કરનાર બે શિક્ષકોની ધરપકડ કરવામાં આવી હતી.  અહેવાલો મુજબ, આ નરાધામોએ બાળકીને ચોકલેટના બહાને  શૌચાલયમાં બોલાવીને તેનું શારીરીક શોષણ કર્યું હતું.

Post Comments