Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સરદાર પટેલ PM હોત તો આખું કાશ્મીર આજે ભારતનું હોત : મોદી

- સંસદના બન્ને ગૃહમાં વડા પ્રધાને અનેક મુદ્દે કોંગ્રેસને આડેહાથ લીધી

- કોંગ્રેસ મુક્ત ભારતનું સપનું મારું નહીં પણ ગાંધીજીનું હતું, બેંકોમાં એનપીએનું ભારણ એ અમારું નહીં પ

- એક જ પરિવાર પક્ષ પર કબજો જમાવીને બેઠો છે અને અમને લોકશાહીના પાઠ ભણાવે છે

- હિંદુ લગ્ન કાયદામાં પણ જેલની જોગવાઇ, ટ્રિપલ તલાક બિલનો વિરોધ ન કરો તેવી અપીલે

નવી દિલ્હી, તા. ૭ ફેબ્રુઆરી 2018, બુધવાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા અને રાજ્યસભામાં પોતાનું ભાષણ આપ્યું હતું, જે દરમિયાન મોદીએ સંસદના બન્ને ગૃહોમાં રાષ્ટ્રપતિએ આપેલા પોતાના સંસદીય ભાષણ પ્રત્યે આભાર પ્રગટ કર્યો હતો. સાથે મોદીએ કોંગ્રેસને અનેક મુદ્દાઓ સાથે ઘેરી હતી. લોકસભામાં ૯૦ મિનિટના પોતાના જવાબમાં મોદીએ જણાવ્યું હતું કે મધ્યમ વર્ગમાં સરકાર પ્રત્યેની નિરાશા ઉભી કરવા માટે વિપક્ષ જુઠાણા ફેલાવી રહ્યો છે. કોંગ્રેસ ઘણા સમયથી આંધ્ર પ્રદેશને આપેલા વચનો પુરા કરવા, રફાલ ડીલ વગેરે મુદ્દે પણ સંસદમાં ઉગ્ર રીતે માગણી કરી રહી છે.

દરમિયાન મોદીએ દરેક મુદ્દાને આવરી લઇને કોંગ્રેસને આડેહાથ લેવાનો પ્રયાસ કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસે પોતાના હીતોને પુરા કરવા માટે આઝાદી સમયે પણ દેશના ભાગલા કર્યા હતા. દરમિયાન મોદી સરકારે લોકસભામાં વિપક્ષના ઉગ્ર વિરોધનો પણ સામનો કરવો પડયો હતો. તૃણમુલ કોંગ્રેસ, કોંગ્રેસ, ડાબેરી પક્ષો દરેક એક થઇને લોકસભામાંથી લોકઆઉટ કર્યું હતું અને આરોપ લગાવ્યો હતો કે અમે જે પણ મહત્વના મુદ્દા ઉઠાવ્યા તે મુદ્દે મોદી મૌન રહ્યા.

નોન પર્ફોર્મિંગ એસેટ્સ (એનપીએ)નું ભારણ બેંકોમાં વધી રહ્યું છે તે માટે મોદીએ કોંગ્રેસને જવાબદાર ગણાવી હતી. તેઓએ જણાવ્યું હતું કે બેંકોમાં વધી રહેલું એનપીએ અગાઉની યુપીએ સરકારનંુ પાપ છે. મોદીએ દાવો કર્યો હતો કે એનપીએના આંકડા કોંગ્રેસે ખોટા આપ્યા છે. ખરેખર એનપીએ ૩૬ ટકા નહીં પણ ૮૨ ટકા છે. મોદી સરકારના શાસનમાં લોકશાહી ખતરામાં હોવાનો આરોપ વિપક્ષ લગાતવો રહે છે. આ મુદ્દે વાત કરતા મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસને લોકશાહી મુદ્દે બોલવાનો કોઇ જ અધિકાર નથી. રાહુલ ગાંધીને કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવ્યા તે મુદ્દે પણ મોદીએ ટોણો માર્યો હતો અને જણાવ્યું હતું કે હંમેશા એક જ પરિવારની વ્યક્તિને પાર્ટીના પ્રમુખ બનાવી દેવાય છે અને કોંગ્રેસ લોકશાહીની વાતો કરે છે.

મોદીએ નેહરુ અને સરકાર પટેલના સમયને યાદ કર્યો હતો અને જણાવ્યું હતું કે જો સરદાર પટેલ દેશના વડા પ્રધાન હોત તો કાશ્મીરનો એક હિસ્સો પાકિસ્તાનના કન્ટ્રોલમાં ન હોત. તે સમયે જવાહર લાલ નેહરુની જગ્યાએ સરદાર પટેલને કોંગ્રેસના મોટા ભાગના નેતાઓ સમર્થન આપ્યું હતું. મોદીએ રાજ્યસભામાં પણ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસ મુક્ત ભારત એ મારુ નહીં પણ ગાંધીજીનું સપનું હતું. વિવેકાનંદે પણ યંગ ઇન્ડિયાની વાત કરી હતી, ગાંધીએ પણ નવા ભારતની વાત કરી હતી. રાષ્ટ્રપતિએ પણ હાલ એ જ કહ્યું. કોંગ્રેસ કહે છે કે તેને ન્યૂ ઇન્ડિયા નથી જોઇતું, તો ઠીક છે મને પણ ગાંધીનું ભારત જોઇએ છે. ગાંધીએ કહ્યું હતું કે આઝાદી મળી ગઇ છે હવે કોંગ્રેસની જરુર નથી. એટલે કોંગ્રેસ મુક્ત ભારતનો વિચોર ત્યાંથી જ આવ્યો હતો.

મોદીના ભાષણના ૧૦ મુખ્ય અંશો
-આઉટ થઇ ગયા બાદ પણ કોંગ્રેસ બેટિંગ જ કરવા માગે છે
-અમે નેમ નહીં પણ એઇમ ચેંજર અને ગેમ ચેંજર છીએ, લક્ષ્યનો પીછો કરીએ છીએ
-કોંગ્રેસે બધી જ યોજનાઓ અધુરી છોડી દીધી અને હવે કહે છે કે અમે જ બધુ કર્યું
-હું સીએમ હતો ત્યારે યુરિયા માટે દરરોજ પીએમને પત્ર લખતો હતો, હવે આવી ચીઠ્ઠીની જરુર નથી રહી
-કોંગ્રેસના કાર્યક્રમમાં સરદાર પટેલનું પોસ્ટર જ ગાયબ હતું, આંબેડકર અને સરદારને આટલો મોડો ભારત રત્ન કેમ મળ્યો ?
-ખેડૂતોની આવક બમણી થઇ રહી છે તેનાથી કોંગ્રેસને પેટમાં કેમ દુ:ખે છે?
-ટ્રિપલ તલાક બિલનો વિરોધ કેમ કરો છો? હિંદુઓ પણ લગ્ન કાયદાનો ભંગ કરીને જેલ ગયા છે
-જેટલુ કિચડ અમારા પર ઉછાળશો તેટલુ કમળ વધુ ખીલશે
-સુલ્તાન જતા રહ્યા પણ સુલ્તાની નથી ગઇ, કોંગ્રેસના જ એક નેતાએ મીડિયામાં કહ્યું કે સલ્તનજ જતી રહી છે પણ અમે સુલ્તાનની જેમ જ વર્તીએ છીએ.
-અનેક યોજનાઓ કોંગ્રેસના શાસનમાં પણ બંધ થઇ છે, રેલવેમાં જ આવી અનેક યોજનાઓ જાહેર કરી હતી તેનો કોઇ અતોપતો નથી.

Post Comments