Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઉ.ભારતમાં તીવ્ર ઠંડી અને ધુમ્મસ, વિમાન-ટ્રેન વ્યવહારને અસર : રાજસ્થાનમાં ચાર મોત

- દિલ્હીમાં ધુમ્મસને કારણે છ ફ્લાઈટ અને ૨૧ ટ્રેનો રદ : ૬૯ ટ્રેન ૨૯ કલાક મોડી

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. 2 જાન્યુઆરી, 2018, મંગળવાર

કાશ્મીરમાં તાપમાનનો પારો એકાએક નીચો જતા સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનું કાતિલ મોજું ફરી વળ્યું હતું, પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનના મોટા ભાગના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. દિલ્હીમાં ધુમ્મસને કારણે ૬ ફ્લાઈટ અને ૨૧ ટ્રેન રદ થઈ હતી. ઉત્તરપ્રદેશમાં ઠંડીથી એકનું મોત અને રાજસ્થાનમાં ધુમ્મસને કારણે થયેલા અકસ્માતમાં ચારનાં મોત થયા હતા.

પાટનગર દિલ્હીમાં લઘુત્તમ તાપમાન ૮.૪ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૧૭.૭ ડિગ્રી જે સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. સવારે ૮.૩૦ કલાકે વિઝિબિલિટી ૩૦૦ મીટર નોંધાઈ હતી. જમ્મુ અને કાશ્મીરમાં તીવ્ર ઠંડી પડી હતી. મોટાભાગના વિસ્તારોનું તાપમાન શૂન્યથી ઘણુ ંનીચું રહ્યું હતું. પાટનગર શ્રીનગરમાં માઈનસ ૪.૩ ડિગ્રી, લેહમાં માઈનસ ૧૪.૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગુલમર્ગ, પહલગામ સહિતના ઘણા વિસ્તારોમાં તાપમાનનો પારો શૂન્યથી ઘણો નીચો રહ્યો હતો.

હિમાચલ પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન શૂન્યથી ઘણું નીચું રહ્યું હતું. ઠંડા પવનોને કારણે બરફવર્ષા પણ થઈ હતી. રોહતગમાં ૬ સેન્ટીમીટર, પાંગીમાં પાંચ અને કોકસારમાં ચાર સેન્ટીમીટર બરફવર્ષા થઈ હતી. મનાલીમાં લઘુત્તમ તાપમાન માઈનસ ૩.૨ ડિગ્રી નોંધાયું હતું. ઉત્તર પ્રદેશનું મોરાદાબાદ ૫.૭ ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડું સ્થળ બન્યું હતું. વારાણસી, અલ્લાહાબાદ, લખનઉ, બરેલી અને આગ્રામાં પણ તાપમાન નીચા ગયા હતા.

રાજસ્થાનમાં તીવ્ર ઠંડી સાથે ધુમ્મસ છવાયું હતું. ભરતપુર જિલ્લામાં ધુમ્મસને કારણે એક કાર તળાવમાં ખાબકતાં ચારનાં મોત થયા હતા. પાટનગર દિલ્હીમાં ગાઢ ધુમ્મસને પગલે ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કુલ ૫૦ ફ્લાઈટ મોડી પડી  હતી. રેલવેના પ્રવકતાએ જણાવ્યું હતું કે દિલ્હી આવતી ૬૯ ટ્રેનો ૨૯ કલાક મોડી હતી જ્યારે ૨૫ ટ્રેન રદ કરાઈ હતી અને ૨૫ને અન્યત્ર વાળવી પડી હતી. પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં આગામી ૨૪ કલાકમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી હતી.

Keywords Heavy,cold,and,fog,in,India,

Post Comments