Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગુડગાંવના ૫૩ વર્ષના પિતા અને ૨૪ વર્ષની પુત્રીએ એવરેસ્ટ સર કરી ઇતિહાસ સર્જ્યો

- માઉન્ટ એવરેસ્ટ સર કરનાર દીયા અને અજીત બજાજ પ્રથમ ભારતીય પિતા-પુત્રી

- દીયાએ ૪:૩૦ મિનિટે તો પિતા અજીતે પંદર મિનિટ પછી એવરેસ્ટ સર કર્યું

(પીટીઆઇ)    નવી દિલ્હી,તા.૧૬ મે 2018, બુધવાર

માઉન્ટ એવરેસ્ટને સર કરનાર ગુડગાંવના અજીત અને  દીયા બજાજ પ્રથમ ભારતીય પિતા-પુત્રી બન્યા. આજે  ૨૪ વર્ષની દીયાએ ૪:૩૦ મિનિટે તો પિતા અજીતે પંદર મિનિટ પછી એવરેસ્ટ સર કર્યું. વિશ્વના સૌથી ઉંચા શિખરને સર કરવા પિતા-પુત્રીએ ૧૬ એપ્રિલે ચઢાણ શરૃ કર્યું હતું અને એક મહિનામાં આ સિધ્ધી મેળવી હતી. છેલ્લી વખતે  આજે સવારે ૧૦:૩૦ વાગે પોતાના પરિવાર સાથે વાત કરનાર ગૌરવશાળી માતા અને પત્ની શિર્લી બજાજે કહ્યું હતું કે  વિશ્વની ટોચે પહોંચ્યા પછી બંને ખૂબ ખુશ જણાતા હતા.

દેખીતી રીતે જ તેઓ ખૂબ ખુશ હતા. દીયાએ કહ્યું હતું કે તેમણે વિશ્વના સૌથી ઉંચા શિખરેથી  સુર્યોદય જોયું હતું અને તે અનુભવ અત્યંત અદભૂત હતો. અજીત માટે તો આ સિધ્ધી વધારે ખાસ હતી કારણ કે તેમની સાથે તેમની પુત્રી પણ હતી'એમ શિર્લીએ કહ્યું હતું. એવરેસ્ટ પર તિરંગાને ફરકાવ્યા પછી બંને પર્વાતોરોહકોએ નીચે ઉતરવાની શરૃઆત કરી હતી અને કેમ્પ ત્રણ થઇને તેઓ (૨૭૩૯૦ ફુટ નીચે) નોર્થ કો પહોંચ્યા હતા.

૫૩ વર્ષના પદ્મશ્રી એવોર્ડ વિજેતા અજીત બજાજ વર્ષ ૨૦૦૬ અને ૨૦૦૭માં સાઉથ પોલ અને  નોર્થ પોલમાં સ્કી કરનાર પ્રથમ ભારતીય હતા. તો પુત્રી દીયા પણ તેમનાથી પાછળ નથી. ઉત્તરાખંડમાં નેહરૃ માઉન્ટીનિયરીંગ ઇન્સટિટયુટમાં તાલીમ મેળવનાર દીયા એ ૧૭ વર્ષની વયે ૨૦ દિવસની ટ્રાન્સ ગ્રીનલેન્ડ સ્કીંગ એક્સપીડીશનમાં ભાગ લીધો હતો અને ત્યાર પછી યુરોપના સૌથી ઉંચા શિખર (૫૬૪૨ મીટર) માઉન્ટ એલ્બ્રસ પર ચઢી હતી.

શર્લી જ્યારે પુત્રી-પતિ સાથે ફોન પર વાત કરી શકતી નહતી ત્યારે ૧૭૦૦૦ ફુટની ઉંચાઇ પર એવરેસ્ટના બેઝ કેમ્પમાં  તૈનાત  પર્વતારોહણના એક નેતા દ્વારા તમામ ગતિવિધીઓ જાણી લેતી હતી. તેઓ બંને એક સાથે પર્વાતોરોહણ કરવા ગયા ત્યારે શર્લી ખૂબ ચિંતિંત રહેતા હતા, ખાસ તો પુત્રી માટે તેઓ ખૂબ ચિંતા કરતા હતા. પરંતુ તેનાથી દીયા કંઇ પાછી રહી નહતી.

Post Comments