Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આનંદો! હવે પેટ્રોલ-ડીઝલની LPGની જેમ હોમડિલીવરી કરવા સરકારની વિચારણા

- સમયની બરબાદી અને પેટ્રોલ પંપો પર લાંબી લાઇનોમાંથી છૂટકારો થશે

નવી દિલ્હી, તા. 21 એપ્રિલ 2017, શુક્રવાર

પેટ્રોલ અને ડીઝલ માટે લાંબી લાઇનોમાં ઊભા રહેવાના દિવસો હવે પૂરા થાય તેવી શક્યતા છે. કેન્દ્ર સરકાર એક નવી યોજના ઉપર કામ કરી રહી છે જેમાં ગ્રાહકોને તેમના ઘર સુધી પેટ્રોલ-ડીઝલ પહોંચાડવામાં આવશે. પેટ્રોલિયમ મંત્રાલયે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.

પેટ્રોલિયમ મંત્રાલયે ટ્વીટમાં જણાવ્યું છે કે પ્રી-બુકિંગ પર ગ્રાહકોને તેમના ઘર ઉપર જ પેટ્રો પ્રોડક્ટ્સ ડિલીવર કરવાના વિકલ્પ ઉપર વિચારણા ચાલી રહી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર આ પગલાથી ગ્રાહકોને પેટ્રોલ પંપો પર સમયની બરબાદી અને લાંબી લાઇનોથી છૂટકારો મળશે.

ઉલ્લેખનીય છે કે પેટ્રોલિયમ ઉત્પાદનોમાં હાલ માત્ર રસોઇ ગેસ (LPG) સિલિન્ડરની જ હોમડિલીવરી થાય છે. જ્યારે પેટ્રોલ, ડીઝલ અને CNG જેવા ઉત્પાદનો માટે પંપો પર જવું પડે છે.

Post Comments