Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામીદ અન્સારીએ કર્યુ શરિયા કોર્ટનુ સમર્થન

- દરેક સમુદાયને તેના નિયમ અને કાયદાનુ પાલન કરવાનો અધિકાર છે

નવી દિલ્હી, તા. 12 જુલાઇ 2018, ગુરુવાર

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ મીડિયા સાથેની વાતચીતમાં ઘણાં મુદ્દા પર વાતચીત કરી.

તેમણે શશી થરૂરના નિવેદનથી લઇને મોબ લિચિંગ જેવી ઘણી ઘટનાઓ પર પોતાના વિચાર વ્યક્ત કર્યા.

તેમણે કહ્યું કે, કાયદો વ્યવસ્થા સાથે લોકો સામાજિક પ્રથાઓનો એક સાથે મળીને દેશને ભ્રમિત કરી રહ્યાં છે.

શરીયા કોર્ટ પર હામિદ અંસારીએ જણાવ્યું કે, આાપણા દેશનો કાયદો માને છે કે પ્રત્યેક સમુદાય પાસે પોતાના નિયમ હોય છે. ભારતમાં વ્યક્તિગત કાયદામાં સામેલ છે, ભલે તે લગ્ન હોય, તલાક હોય, અને ગોદમાં લેવાનો વારસાગત નિયમ. પ્રત્યેક સમુદાય પોતાના અંગત કાયદાનો અભ્યાસ કરવાનો અધિકાર છે.

તેમણે ટ્વીટ કરી શશી થરૂરના નિવેદનનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું છે કે, અત્યાર સુધી તેમણે શશી થરુરના નિવેદનને વાંચ્યું નથી પરંતુ તેઓ બુદ્ધિજીવી વ્યક્તિ છે અને તેના જે વિચાર છે તે યોગ્ય હશે.

મોબ લિંચિંગ વિશે પુછવા પર હામિદ અંસારીએ કહ્યું કે, મને લાગે છે કે, સાર્વજનિક પ્રતિક્રિયા આ બધુ કામ કરે છે. પરંતુ કોઇને કાયદો હાથમાં લેવાનો અધિકાર નથી. આ દેશમાં એક કાયદો છે અને દરેકે તેનું સમ્માન કરવું જોઇએ.

Post Comments