Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મહારાષ્ટ્ર પછી મધ્ય પ્રદેશમાં ખેડૂતોની સૌથી વધુ આત્મહત્યા

- મ.પ્રદેશમાં વધુ ત્રણ ખેડૂતોએ જીવન ટૂંકાવ્યું

- આઠ જૂનથી અત્યાર સુધીમાં કુલ ૧૫ ખેડૂતોની આત્મહત્યા

- મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણના મૂળ વતન સિહોરમાં જ પાંચ ખેડૂતોએ દેવું થઇ જતાં આત્મહત્યા કરી

(પીટીઆઇ)    ભોપાલ, તા. ૧૯ સોમવાર, જૂન 2017
છેલ્લા ૨૪ કલાકમાં મધ્યપ્રદેશમાં વધુ ત્રણ ખેડૂતોએ જીવન ટૂંકાવતા આઠ જૂનથી અત્યાર સુધીમાં આત્મહત્યા કરનારા ખેડૂતોની સંખ્યા વધીને ૧૫ થઇ ગઇ છે. દેવાના બોજના કારણે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યાં હોવાનું માનવામાં આવે છે.

મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણના મૂળ વતન સિહોરમાં જ પાંચ ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર આજે સવારે સિહોર જિલ્લાના જમુનાઇ ખુર્દ ગામમાં ૫૫ વર્ષીય ખેડૂત બંસીલાલ મીણાએ પંખા સાથે લટકીને ગળે ફાંસો ખાઇ લીધો હતો.

બંસીલાલના પુત્ર મનોજના જણાવ્યા અનુસાર તેના પિતા પાસે ૯ એકર જમીન હતી અને તે ૧૧ લાખ રૃપિયાની લોન ચૂકવી શકે તેમ ન હતાં.
મનોજે વધુમાં જણાવ્યું હતું કે મારા પિતાએ આ વર્ષે જ કૂવો ખોદાવ્યો હતો પણ તે સૂકાઇ ગયો હતો. આ ઉપરાંત તે બેંકો અને નાણા ધીરનારા લોકોની બાકી રકમ ચૂકવી શકે તેમ ન હતાં.

વિદિશા જિલ્લાના સાયર બામોર ગામમાં અન્ય એક ૩૫ વર્ષીય ખેડૂત જિવાનસિંહ મીણાએ પોતના ખેતરમાં ઝાડ સાથે લટકીને આત્મહત્યા કરી લીધી હતી. જો કે તેહસીલદાર સંતોષ બિતોલિયાના જણાવ્યા અનુસાર પોતાના પત્ની સાથે થતાં ઝઘડાને કારણે જિવાનસિંહે આ પગલું ભર્યુ છે.
જો કે જિવાનસિંહના પરિવારના સભ્યોએ દાવો કર્યો છે કે તેને પોતાના દેવા અને ત્રણ દીકરીઓના ભવિષ્યની ચિંતા સતાવતી હતી.

આત્મહત્યાની અન્ય એક ઘટનામાં ૬૦ વર્ષીય ખેડૂત પ્યારેલાલ ઓદે ગઇકાલે બપોરે નિમુચ જિલ્લાના પિપલ્યા વ્યાસ ગામમાં આત્મહત્યા કરી લીધી હતી. પ્યારેલાલના પુત્રના જણાવ્યા અનુસાર તેમના પિતા રાષ્ટ્રીયકૃત બેંકમાંથી લીધેલી ૨.૫ લાખ રૃપિયાની લોન ભરપાઇ કરી શકે તેમ ન હોવાથી સતત ચિંતામાં રહેતા હતાં.

નિમુચના કલેક્ટરે પરિવારને ૨૦,૦૦૦ રૃપિયાની સહાય કરવાની જાહેરાત કરી છે. પૂર્વ સાંસદ અને કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ મિનાક્ષી નટરાજને પીડિત પરિવારની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો અનુસાર મહારાષ્ટ્ર પછી મધ્યપ્રદેશમાં ખેડૂતો સૌૈથી વધુ આત્મહત્યા કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે પાંચ જૂને મધ્યપ્રદેશનાં મંદોસરમાં ખેડૂતોના દેખાવો દરમિયાન પોલીસે ગોળીબાર કરતાં પાંચ ખેડૂતોના મોત થયા હતાં. ત્યારબાદ ૮ જૂનથી અત્યાર સુધીમાં કુલ ૧૫ ખેડૂતોએ આત્મહત્યા કરી છે.

મોદી સરકાર 'કિસાનમુક્ત ભારત' બનાવવા માગે છે : સિંધિયા
(પીટીઆઇ)             નવી દિલ્હી, તા.૧૯
કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયોતિરાદિત્ય સિંધિયાએ મધ્યપ્રદેશમાં ખેડૂતોની દયનીય સ્થિતિઅંગે જણાવ્યું છે કે મોદી સરકાર ખેડૂતમુક્ત ભારત બનાવવા માગે છે. સિંધિયાએ જણાવ્યું હતું કે ૨૦૧૪ની લોકસભા ચૂંટણી અંગાઉ ભાજપે ખેડૂતોને વચન આપ્યું હતું કે તેમને તેમની ખેતપેદાશની પડતર કિંમત કરતા ૫૦ ટકા વધુ રકમ મળી રહેશે. જો કે ભાજપ સરકારના શાસનમાં લઘુતમ ટેકના ભાવ સતત ઘટી રહ્યાં છે. તેમણે ફરી એક વખત મંદોસરમાં છ ખેડૂતોના મોત માટે જવાબદાર પોલીસ અધિકારી સામે એફઆઇઆર દાખલ કરવાની માગ કરી છે.

Post Comments