Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઇડીએ જગનમોહન રેડ્ડી સામેના પીએમએલએ કેસમાં૧૧૭.૭૪ કરોડની સંપત્તિ ટાંચમાં લીધી

- મની લોન્ડરિંગના આરોપોની તપાસ હેઠળ

(પીટીઆઇ)    નવી દિલ્હી, તા. ૩ જાન્યુઆરી 2018, બુધવાર

વાયએસઆર કોંગ્રેસના વડા જગનમોહન રેડ્ડી અને અન્ય વિરુદ્ધના કેસમાં  મની લોન્ડરિંગ તપાસ હેઠળ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી)એ ૧૧૭.૭૪ કરોડ રૃપિયાની સંપત્તિ ટાંચમાં લીધી છે.

આઇ શ્યામપ્રસાદ રેડ્ડી, ઇન્દુ પ્રોજેક્ટ, એમ્બેસી પ્રોપર્ટી ડેવલોપમેન્ટ પ્રોજેક્ટની સંપત્તિમાં ટાંચમા લેવાઇ
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર હૈદરાબાદમાં આવેલ ઇડીની ઓફિસે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ(પીએમએલએ) હેઠળ સંપત્તિ ટાંચમાં લેવાના આદેશ આપ્યા છે.

ઇડીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે તેણે આઇ શ્યામપ્રસાદ રેડ્ડી, ઇન્દુ પ્રોજેક્ટ, એમ્બેસી પ્રોપર્ટી ડેવલોપમેન્ટ અને વસંથા પ્રોજેક્ટની ૧૧૭.૭૪ કરોડ રૃપિયાની સંપત્તિ ટાંચમાં લીધી છે.
ઇડીના જણાવ્યા અનુસાર આઇ શ્યામપ્રસાદ રેડ્ડીએ વાય એસ જગમોહન રેડ્ડીની કંપનીઓમાં મોટા પાયે રોકાણ કર્યુ હતું.

 આ અગાઉ જગનમોહન રેડ્ડીના પિતા વાય એસ ચંદ્રશેકર રેડ્ડી આંધ્ર પ્રદેશના મુખ્યપ્રધાન હતાં ત્યારે તેમણે આઇ શ્યામ રેડ્ડીને ૮૮૪૪ એકર જમીન આપી હતી.

તેના બદલામાં આઇ શ્યામપ્રસાદ રેડ્ડીએ જગનમોહન રેડ્ડીને મોટા પ્રમાણમાં લાંચ આપી હતી.
ઇડીએ સીબીઆઇની એફઆઇઆરને આધારે સમગ્ર તપાસ શરૃ કરી હતી.

Post Comments