Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

31 માર્ચ આધાર કાર્ડ લિંક કરાવવાની ડેડલાઈન: કેન્દ્ર સરકાર

- આધારકાર્ડ બેન્ક એકાઉન્ટ સાથે લિંક કરાવવાનો સમય લંબાવાયો

નવી દિલ્હી, તા. 7 ડિસેમ્બર 2017 ગુરુવાર

આધાર કાર્ડ બાબતે સુપ્રીમ કોર્ટ આવતા અઠવાડિયે સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટ સમક્ષ સુનાવણી કરવાની માંગણીને લઈને મેશનિંગ કરવામાં આવી.

સીનિયર એડવોકેટ શ્યામ દીવાને કહ્યું કે આધારકાર્ડને વિભિન્ન સરકારી યોજનાઓ સાથે લિંક કરવાનો સમય 31 ડિસેમ્બર સુધી પૂરો થનાર છે.

એવામાં આધારકાર્ડ બાબતે અંતિમ રાહતની અરજી બાબતે સુનાવણી થવી જોઈએ. કેન્દ્ર સરકાર તરફથી એટર્ની જનરલ કે. કે વેણુગોપાલે કહ્યું કે સરકાર દ્વારા આધારકાર્ડને લિંક કરવાની સમય મર્યાદા વધારવામાં આવી રહી છે. જેની તારીખ 31 માર્ચ સુધી નક્કી કરવામાં આવશે.

ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ જણાવ્યું કે સુપ્રીમ કોર્ટ આવતા અઠવાડિયે અંતિમ રાહત મેળવવા દાખલ કરાયેલ અરજીઓ પર સુનાવણી કરશે અને તેની સુનાવણીમાં એ નક્કી કરાશે કે આધાર બાબતે બંધારણીય બેન્ચ ક્યારથી સુનાવણી શરૂ કરશે?

Post Comments