Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

એમપીએસસી પરીક્ષા કૌભાંડને મામલે વિપક્ષોનો વિધાનસભામાંથી વોકઆઉટ

મુંબઈ,તા.૮ માર્ચ 2018, ગુરુવાર

રાજ્યના મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (એમપીએસસી) પરીક્ષામાં ડમી કેન્ડિડેટ બેસાડવાના રેકેટ મોટા પ્રમાણમાં થતા હોવાનું જાણવા મળે છે આ મુદ્દે વિધાનસભામાં એડજર્નમેન્ટ મોશન રજૂ કરવાનો પ્રયાસ વિપક્ષ તરફથી કરવામાં આવ્યો પણ આ એડજર્નમેન્ટ મોશન અધ્યશ્રીએ ફગાવતા વિપક્ષના સભ્યોએ સરકારનો  નિષેધ કરીને વિધાનસભાના સદનમાંથી વોક આઉટ કર્યો હોવાની જાણકારી એનસીપીના જૂથ નેતા જયંતરાવ પાટિલે આપી.

લાખો યુવાનો મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા આપતા હોય છે. ગરીબ ઘર પરિવારના છોકરાઓ તો સંખ્યામાં આ પરીક્ષા આપવા માટે આશરે ૮થી ૧૦ લાખ થતી હોય છે. આ પરીક્ષામાં અમુક લોકો ડમી કેન્ડિડેટ બેસાડતા હોવાનું  જાણવા મળે છે. આ ડમી કેન્ડીડેટના માધ્યમથી પાસ થઇને ઘણા કેન્ડિડેટ સરકારી નોકરીઓમાં દાખલ થાય છે. આવા બનાવ ૨૦૧૫-૨૦૧૬થી થતા આવ્યા હોવાનું યોગેશ જાધવ નામના યુવાને ઉજાગર કર્યું.

યોગેશ જાધવે આ સંદર્ભના આશરે અઢી હજડાર મેલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પાઠવ્યા છે. આ વાતની નોંધ મહારાષ્ટ્ર સરકારે લીધી નહી. ૨૦૧૫ના દરમિયાન શરૃ થયેલા આ પ્રક્રિયા બાદ એફઆઇઆર ૧૬ જૂન ૨૦૧૬ના દિવસે દાખલ કરવામાં આવી એના ઉપર હવે એસઆઇટી કરવી પડી આજે પણ મહારાષ્ટ્રમાં ૨૦૦ ડમી બેસવાવાળા ખુલેઆમ ફરી રહ્યા છે.

એસઆઇટીના કહેવા મુજબ ૧૬ લોકોની અટકાયત થઇ નથી અને એના લીધે મહારાષ્ટ્રના યુવાનોમાં રોષ નિર્માણ થયો ચે. આ પ્રકરણ ઉજાગર કરવાવાળા યોગેશ જાધવ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. હવે નાંદેડના પોલિસોએ એને સુરક્ષા ફાળવવામાં આવી છે. એવું હોવા છતાં સરકાર એમપીએસસીની પરીક્ષામાં પારદર્શિતા લાવતી નથી. આ પરીક્ષા પાર દર્શિતાના રીતે બાયોમેટ્રિક રીતે લેવામાં આવે. એવી માગણી યુવાનો કરી રહ્યા છે. એના તરફ સરકારનું ધ્યાન નથી. કાલે ૫/૬ લોકોને હિરાસતમાં લેવામાં આવ્યા. આ બનાવ એવી જ રીતે ચાલતા રહેશે તો મહારાષ્ટ્રના ગરીબ પરિવારના છોકરાઓ એમપીએસસી પરીક્ષાને બેસવાની ઇચ્છા ધરાવશે કે? આવો સવાલ કરીને વિધાનસભામાં અર્જર્નમેંટ મોશન વિપક્ષ તરફથી રજૂ કરવામાં આવ્યો પણ અધ્યક્ષશ્રીએ આ મોશન ફગાવતા વિપક્ષ સભ્યોએ વિધાનસભા સદનમાંથી વોક આઉટ કર્યો.

Post Comments