Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભિવંડીમાં ઘરમાં ઘૂસી તરુણી પર ગેંગરેપ કરનારા ત્રણ યુવકની ધરપકડ

- કિશોરીના માતા-પિતાને મારી નાખવાની ધમકી આપી ઘરની બહાર કાઢયા હોવાનું કહેવાય છે

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 9 ફેબ્રુઆરી, 2018, શુક્રવાર

પાવરલૂમ સિટી ભિવંડીમાં ચાકૂની ધાક દાખવીને ૧૭ વર્ષીય કિશોરી પર બળાત્કાર ગુજારવાના કેસમાં પોલીસે ત્રણ યુવકની ધરપકડ કરી છે. આ ત્રણ નરાધમે કિશોરીના માતા-પિતાને ધમકાવીને બળજબરીથી ઘરની બહાર કાઢયા હોવાનું કહેવાય છે.

ભિવંડીમાં બુધવારે રાતે બનેલી આ ઘટના બાદ પોલીસે ગેંગરેપનો કેસ નોધીને ઇમરાન (ઉં.વ.૨૪), જાવેદ (ઉં.વ. ૨૩), કિન્ના (ઉં.વ.૨૦)ની ધરપકડ કરી છે.

શાંતિનગર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી. જાધવે જણાવ્યું હતું કે આરોપી ત્રિપુટી પીડિતાના ઘરમાં ઘૂસી ગયા હતા. પછી ચાકૂથી ધમકાવીને એક આરોપીએ કિશોરી પર બળાત્કાર ગુજાર્યો હતો.

જ્યારે અન્ય બે સાથીદારે આ ગુનામાં તેને મદદ કરી હતી. પોલીસે કિશોરીની ફરિયાદને આધારે ગઇકાલે ત્રણ આરોપીને ઝડપી લીધા છે.

Post Comments