Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શિર્ડી સાંઇ બાબાની દાનપેટીમાં ૨૩૦૦ કરોડ રૃપિયાનુ ભંડોળ

- ૪૦૦ કિલો સોનુ અને ચાર હજાર કિલો ચાંદીનો પણ સમાવેશ

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 9 ફેબ્રુઆરી, 2018, શુક્રવાર

શિર્ડી સાંઇ સંસ્થાનને સ્થાપના થયે આજે ૯૦ વર્ષ થયા છે. પહેલાં વર્ષે શિર્ડી સંસ્થાનની કમાણી ૨૧૦૦ રૃપિયા હતી. પરંતુ હવે માત્ર સંસ્થાનને કરોડો રૃપિયાની ઉડાન લીધી છે. આયુષ્યભર ફકીર થઈને રહેલાં સાંઇબાબા સામે રાખવામાં આવેલી દાન પેટી હવે માત્ર ભરીભરીને વહી રહી છે. છેલ્લાં ૯૦ વર્ષમાં સાંઇ બાબા સંસ્થાને અધધધ દાન મળ્યું છે. શિર્ડમાં થઈ રહેલાં ઉત્સવ અને સતત રજા દરમિયાન ચાર કરોડ રૃપિયાનુ દાન જમા થાય છે.

સાંઇના દાનપેટમાં છેલ્લાં વર્ષભરમાં ૨૮૮ કરોડ રૃપિયાનુ દાન જમા થયું છે. આ ઉપરાંત ૨૪ કિલો સોનુ અને ૩૮૫ કિલો ચાંદીનો પણ સમાવેશ થાય છે. સાંઇ બાબા સંસ્થાનનુ મહાનિર્વાણ ૧૯૧૮માં થઈ હતી. ત્યારબાદ બે વર્ષમાં શિર્ડી સાંઇ મંદિરની દેખરેખ માટે સાંઇબાબા સંસ્થાનની સ્થાપના કરવામાં આવી હતી. તે વકતે શિર્ડી સાંઇ સંસ્થાનની કમાણી ફક્ત ૨૧૦૦ રૃપિયા હતી. પરંતુ ૯૦ વર્ષમાં કરોડો રૃપિયા થઈ ગઈ છે.

સાંઇ સંસ્થાન પાસે અંદાજે ૨૩૦૦ કરોડ રૃપિયાનો રકમ છે. જેમાં ૪૦૦ કિલો સોનુ અને સાડા ચાર હજાર કિલો ચાંદીનો સમાવેશ થાય છે. તમામ કમાણીથી સાંઇ સંસ્થાન તરફથી શિર્ડીમાં બે હોસ્પિટલ ચલાવામાં આવે છે. સાંઇ સંસ્થાન શિર્ડી નગરપાલિકાના વિકાસ કામ માટે ફંડ આપે છે.

Post Comments