Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બાળકનો કબજો પત્નીને નહીં આપતા લંડનવાસી સામે રેડકોર્નર નોટિસનો આદેશ

- ફેમિલી કોર્ટ અને હાઈ કોર્ટના આદેશનો અનાદર કરવા બદલ કાર્યવાહી

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 20 એપ્રિલ, 2017, ગુરૂવાર
 
ફેમિલી કોર્ટના આદેશન અનુસાર સગીર પુત્રની કસ્ટડી  વિખૂટી પડેલી પત્નીને નહીં આપનારા લંડનના રહેવાસી સામે ઈન્ટરનેશનલ અરેસ્ટ વોરન્ટ બહાર પાડવા અને રેડ કોર્નર નોટિસ બહાર પાડવા સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ને બોમ્બે હાઈ કોર્ટે જણાવ્યું છે.
 
ન્યાયમૂર્તિ  રાજેશ કેતકરે ઈન્ટરપોલને યેલો કોર્નર નોટિસ બહાર પાડવાનું કહ્યું છે અને બાળકને મુંબઈ લાવવામાં આવે અને આવતા મહિને તેને કોર્ટ સમક્ષ હાજર કરી શકાય એની તકેદારી લેવા જણાવ્યું છે.
 
કોર્ટના અનાદરની અરજી મહિલાએ કરી હોવાથી તેની સુનાવણીમાં આ નિર્દેશ અપાયો હતો. ઓગસ્ટ ૨૦૧૫માં મહિલાને બાળકની ક્સટડી સાથે છુટાછેડા આપવામાં આવ્યા હતા. પતિને દર મહિને રૃ. ૨૦ હજારનું ભરણપોષણ આપવાનો નિર્દેશ અપાયો હતો.
 
તેમણે આદેશનું પાલન નહીં કરતાં મહિલાએ હાઈ કોર્ટમાં અનાદરની અરજી કરી હતી. કોર્ટે અગાઉની સુનાવણીમાં પતિને તેની બાજુ માંડવા જણાવ્યું હતું પણ તેણે જવાબ આપ્યો નહોતો.
 
બાળકને ભારતમાં રજાઓમાં લાવવાનું જણાવીને વધુ એક તક અપાવામાં આવી હતી પણ એ પણ તેણે કર્યું નહોતું  અને ભરણપોષણ પણ આપ્યું નથી.

Post Comments