Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઇમાન અહેમદના વજનમાં ધરખમ ઘટાડો થતા ૨૫ વર્ષમાં પહેલીવાર વ્હીલચેરમાં બેઠી

- દુનિયાની સૌથી ભારેખમ સ્ત્રી

- એક દિવસ તે ચાલી શકશે એવી ડૉક્ટરોને આશા

મુંબઇ, તા. 20 એપ્રિલ, 2017, ગુરૂવાર
 
દુનિયાની સૌથી ભારખમ સ્ત્રી ઇમાન અહેમદના વજનમાં ધરખમ ઘટાડો થયા પછી ૨૫ વર્ષમાં પહેલી જ વખત ખાસ તૈયાર કરવામાં આવેલી વ્હીલચેરમાં બેસી શકી હતી. ઇજિપ્તથી ઇમાનને બેરિયાટ્રીક સર્જરી કરવા માટે મુંબઇ લાવવામાં આવી ત્યારે તેનું વજન ૫૦૪ કિલોગ્રામ હતું, જ્યારે અત્યારે ઘટીને ૨૪૨ કિલોગ્રામ રહ્યું છે.
 
ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયા શહેરની વતની ઇમાનને મુંબઇ લાવવામાં આવ્યા પછી ચર્નીરોડની સૈફી હોસ્પિટલમાં ડો. મુફ્ફઝલ લાકડાવાલાએ તેની બેરિયાટ્રીક સર્જરી કરી હતી. ડોક્ટરના કહેવા પ્રમાણે મેદસ્વીતાને લગતી મોટાભાગની સમસ્યા કાબૂમાં આવી ગઇ છે. જો કે દવા અને ઉપચાર ચાલુ જ રહે છે.
 
ઇમાનનું વજન ઊતરી ગયું હોવાથી તેને માટે ડિઝાઇન કરવામાં આવેલા સ્પેશિયલ રૃમમાંથી સામ્ન્ય વોર્ડમાં લાવવામાં આવી છે. ઇમાનને ૩ વર્ષ પહેલા સ્ટ્રોક આવ્યા પછી શરીરના જમણાં ભઆગમાં પક્ષઘાત થઇ ગયો છે. છ મહિના પછી મેદસ્વીતામાં ઘટાડો કરવા માટેની અમેરિકાની ખાસ દવા આપવાની શરૃઆત કરવામાં આવશે.
 
એટલે બે વર્ષ પછી ઇમાનની બીજી વાર બેરિયાટ્રીક સર્જરી કરવાની જરૃર નહી પડે એવું ડોક્ટરોનું માનવું છે. ડો. લાકડાવાળાએ જણાવ્યું હતું કે પક્ષઘાતને લીધે અત્યારે તે ચાલી શકે એમ નથી. પણ ફિઝિયોથેરાપીસ્ટની ટીમ તરફથી તેને આપવામાં આવતી કસરતને લીધે એવી આશા છે કે એક દિવસ તે ચાલી શકશે, જો કે ક્યારે ચાલી શકશે એ અત્યારે કહેવું મુશ્કેલ છે. 
 
ઇમાનનો  આહાર
મુંબઇ, તા. 20 એપ્રિલ, 2017, ગુરૂવાર
ઇમાન અહેમદના શરીરનું વજન ઉતારવા માટે ગયા મહિને શસ્ત્રક્રિયા (લેપ્રોસ્કોપીક સ્લીવ ગેસ્ટ્રેક્ટોલી) થયા પછી તેને ખાસ આહાર આપવામાં આવે છે.
ઇમાનને પ્રવાહી આહાર જ આપવામાં આવે છે. સવારે છ વાગ્યાથી મધરાત સુધી દર બે કલાકે તેને પ્રવાહી આગાર આપવામાં આવે છે.
પૂરતી કેલેરી મળી રહે માટે તેના આહારમાં એમસીટી (મિડિયમ ચેઇન ટ્રાઇગ્લીસીરાઇડસ) ઓઇલ મેળવવામાં આવે છે.
સોયા મિલ્ક સાથે લો- સોડિયમ પ્રોટીન પાવડર મિક્સ કરવામાં આવે છે.
ઇમાનના રોજિંદા આહારમાં ૧૮૦૦ કેલેરી આપવામાં આવે છે જેમાં ૨૦૦ ગ્રામ પ્રોટીન હોય છે. 

Post Comments