Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કલવામાં બે હજાર રૃપિયાની બનાવટી નોટો સાથે આરોપીની ધરપકડ

- ૧૦,૭૪,૦૦૦ રૃપિયાની કિંમતની બનાવટી નોટ બજારમાં ફરતી કરવા આવ્યો હતો

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.18 જૂન, 2017, રવિવાર
 
કલવામાં બે હજાર રૃપિયાની બનાવટી નોટ લઇને આવેલા એક યુવકની થાણે ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૧ના અધિકારીઓએ ધરપકડ કરી છે. આરોપી  પાસેથી ૧૦,૭૪,૦૦૦ રૃપિયાની કિંમતની બનાવટી નોટ મળી આવી હતી. તે આ બનાવટી નોટ ઉત્તરપ્રદેશથી લાવ્યો હોવાની શંકા છે.
 
થાણે ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૧ના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર નિતીન ઠાકરેએ  જણાવ્યુંહતું કે કલવા ચૌક પાસે એક શખસ બે હજાર રૃપિયાની બનાવટી નોટ લઇને આવવાનો છે એવી માહિતી મળી હતી. જેના આધારે ગઇકાલે પોલીસે અહીં જાળ બિછાવી હતી. પછી આ સ્થળે આવેલા દશરથ પ્રસાદ ભોલુ શ્રીવાસ (ઉ.વ.૩૬) બેહજાર રૃપિયાની ૫૩૭ બનાવટી નેટ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.
 
કલવા પોલીસ સ્ટેશનમાં તેની સામે કેસ નોંધવામાં આવ્યો છે.ભારતીય બજારમાં બે હજાર રૃપિયાની બનાવટી નોટ ફરતી કરવાની શરૃઆત થઇ ગઇ હોવાનું કહેવાય છે. આરોપી મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે તથા તે બે હજારની નોટ સ્કેનિંગ કરીને લાવ્યો હોવાની શક્યતા છે.

Post Comments