Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાજ્યને માથે ચાર લાખ કરોડથી વધુ દેવુ

- મહારાષ્ટ્રના કૃષિ વિકાસ દરમાં મોટો ઘટાડો થતાં એકંદર આર્થિક વિકાસ દર નીચો રહેવાનો અંદાજ

- મહેસૂલી આવક ઘટી પણ ખર્ચમાં વધારા થયો એટલે વિકાસના કામ કાપ મૂકાયો

મુંબઈ,તા.૮ માર્ચ 2018, ગુરુવાર

મહારાષ્ટ્ર રાજ્યનું વર્ષ  ૨૦૧૭-૧૮નું આર્થિક સર્વેક્ષણનો અહેવાલ આજે (ગુરુવારે) વિધાન મંડળમાં રજૂ કરાયો હતો. આ અહેવાલ અનુસાર રાજ્યમાં કૃષિ વિકાસ દરમાં મોટી ઘટ થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. વર્ષ ૨૦૧૬-૧૭ રાજ્યનો આર્થિક વિકાસ દર ૧૦ ટકા હતો તે વર્તમાન નાણાંકીય વર્ષના અંતે નીચો રહીને ૭.૩ ટકા રહેવાનો અંદાજ છે.

હકીકતમાં ચોમાસુ નબળુ રહ્યું હતું. અપૂરતા વરસાદને પગલે  કૃષિ વિકાસ દરમાં ઘટાડો નોંધાયો હોવાનું સર્વેક્ષણ અહેવાલમાં ઉલ્લેખ કરાયો છે. જ્યારે રાજ્ય સરકાર માથે ૪,૧૩,૪૪ કરોડ રૃપિયા દેવુ છે.

ગયા વર્ષે રાજ્યનો વિકાસ દર ૧૦ ટકા હતો. પણ આ વર્ષે ૨.૭ ટકા ઘટ સાથે ૭.૩ ટકા વિકાસ દર રહેશે એવુ રાજ્યના નાણા પ્રધાન સુધીર મુનગેવારે જણાવ્યું હતું. આથી ચાલુ વર્ષે રાજ્ય વિકાસ દર ૧૦ ટકા રહેવાના રાજ્ય સરકારનો દાવો ખોટો ઠર્યો છે.

રાજ્યની આવક કરતાં ખર્ચમાં વધારો થયો હોવાનું અહેવાલમાં સામે આવ્યું છે. રાજ્ય સરકારે ગયા વર્ષે કુલ આવક બે લાખ ૪૩ હજાર કરોડ રૃપિયા જેટલી હતી. પણ સરકારને ૨ લાખ ૪૮ હજાર કરોડ રૃપિયાનો ખર્ચ કર્યો હોવાનું અહેવાલમાં ઉલ્લેખ છે. આથી આ વર્ષે રાજ્યની તિજોરી પર ૪,૫૧૧ કરોડ રૃપિયાની નાણાંકીય ખાધ થશે એવુ અહેવાલ પરથી સ્પષ્ટ થાય છે.

સરકારને વધુ ખર્ચ સરકારી કર્મચારીઓના પગારમાં થાય છે. રાજ્ય સરકારને ૮૭ હજાર કરોડ રૃપિયા (અંદાજપત્રના ૩૫ ટકા) વેતન વિતરણમાં ૨૫ હજાર કરોડ રૃપિયા (અંદાજપત્રના ૧૦ ટકા) નિવૃત્તી વેતન પર, જ્યારે વ્યાજ પેટે ૩૧ હજાર કરોડ રૃપિયા (અંદાજપત્રના ૧૨.૫ ટકા) સરકારને ચૂકવવા પડે છે. એવું અહેવાલમાં દર્શાવ્યું છે. આથી સરકારને વિકાસના કામમાં, લોક કલ્યાણના પ્રોજેક્ટ અને અન્ય ખર્ચ પર કાપ મૂકવો પડયો હોવાનું ચિત્ર છે.

રાજ્ય સરકારની વર્ષ ૨૦૧૫-૧૬માં આવક ૧૯,૮૬,૭૨૧ કરોડ રૃપિયા હતો. તે વધીને વર્ષ ૨૦૧૬-૧૭માં ૨૨,૫૭,૦૩૨ કરોડ રૃપિયા છે. આ વર્ષે ૨૦૧૭-૧૮માં ૨૪,૯૬,૫૦૫ કરોડ રૃપિયા છે. એટલે કે વર્ષ ૨૦૧૫-૧૬માં વિકાસ દર ૭.૬ ટકા હતો.તે વધીને વર્ષ ૨૦૧૬-૧૭માં વિકાસ દર ૧૦ ટકા થયો હતો. પણ અત્યારે વર્ષ ૨૦૧૭-૧૮માં (ચાલુ નાણાંકીય વર્ષ) તે ઘટીને ૭.૩ ટકા પર આવી ગયો છે.

મહારાષ્ટ્ર સરકારનો આર્થિકક સર્વેક્ષણ અહેવાલ
* સરાકરના માથે કર્જ : ૪,૧૩,૦૪૪ કરોડ રૃપિયા
* રાજ્યમાં પ્રતિવ્યક્તિ આવક : ૧,૮૦,૫૯૬ રૃપિયા
વિવિધ ક્ષેત્રોમાં વિકાસ દર અંદાજે રહેશે.
* કૃષિ તથા સંલગ્ન કાર્ય : ૮.૩ ટકા
* ઉદ્યોગ ક્ષેત્ર : ૬.૫ ટકા
* સેવા ક્ષેત્ર : ૯.૭ ટકા
* ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક  પ્રોડક્ટ (જી.એસ.પી.ડી.) : ૭.૩  ટકા
* બાંધકામ ક્ષેત્ર : ૪.૫ ટકા
* મેન્યુ ફેક્ચરીંગ ક્ષેત્ર : ૭.૬ ટકા

Post Comments