Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મહારાષ્ટ્ર દલિત આંદોલન સમેટાયુંઃ મુંબઇનું જનજીવન ઠપ

- બંધનું એલાન પાછું ખેંચાતા રાહત

- ઠેર ઠેર રાસ્તા રોકો, રેલ રોકો થતાં જનજીવન ખોરવાયું

(પ્રતિનિધિ દ્વારા)    મુંબઇ તા. 3 જાન્યુઆરી 2018, બુધવાર

વિવિધ ૨૫૦ દલિત જૂથો દ્વારા જાહેર કરાયેલો  મહારાષ્ટ્ર બંધ પાછો ખેંચી લેવાનું  એલાન પ્રકાશ આંબેડકરે આજે કર્યું હતું. દિવસભર મુંબઈ સહિત રાજ્યભરમાં  દેખાવો, રસ્તા રોકો, રેલ રોકો, પથ્થમારો અને દુકાનો બંધ કરવાના બનાવો ઠેર ઠેર નોંધાયા હતા.  સાંજે બંધ પાછું ખેંચવાની જાહેરાત  થતા પ્રજાએ રાહત અનુભવી હતી.

પુણેના ભીમા-કોરેગાંવની લડાઈની બસો વર્ષની ઉજવણી પ્રસંગે ફાટી નીકળેલા હિંસાચારના પગલે દલિત સંગઠનના ભારીપ બહુજન મહાસંઘના અધ્યક્ષ  પ્રકાશ આંબેડકરે આજે મહારાષ્ટ્ર બંધની  હાકલ  શાંતિથી પાર પડશે એવો દાવો કર્યો હતો પણ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં બંધ હિંસક રહ્યો હતો. ઠેર ઠેર પથ્થરમારો, એસ.ટી.બસ બેસ્ટની બસ સહિત રસ્તા રોકો તેમ જ પશ્ચિમ અને મધ્ય  રેલવેની લોકલ ટ્રેનો અટકાવીને દલિત સમર્થકોએ આક્રોશ ઠાલવ્યો હતો. શહેરની શાળા-કોલેજ, હોટલ, દુકાનો ઓફિસો બંધ રહેતા લાખો લોકોને તકલીફ સહન કરવી પડી હતી.  છતાં મોડી સાંજે  એટલે કે ૧૦ કલાક બાદ  મહારાષ્ટ્ર બંધનું એલાન શાંતિથી પાર પડયું છે એવો દાવો સાથે બંધ પાછો ખેંચી  લેવાનું  એલાન આંબેડકરે કર્યું હતું. બેસ્ટની બસના ૪ બસ ડ્રાઈવર જખ્મી થયા હતા અને બાવનની તોડફોડ થઈ હતી.

મહારાષ્ટ્ર બંધમાં મુંબઈ, થાણા, પુણે, નાસિક, ઔરંગાબાદ, નાગપુર સહિત રાજ્યના અનેક વિસ્તારમાં દલિત સંગઠનોએ પથ્થરમારો, રસ્તા રોકો, એસ.ટી.બસ પથ્થર મારો કરીને લોકોને બાનમાં રાખીને  જનજીવન પર ભારે અસર પહોંચાડી હતી. રાજ્યની એસ.ટી. મહામંડળની ૨૦૦થી વધુ બસોને નુકસાન પહોંચાડયું હતું.  કેટલાક ઠેકાણે છૂટાછવાયા  વાહનોને આગ ચાંપવાના પણ બનાવ બન્યા હોવાનું જાણવા મળે છે.

આજે સવારે મુંબઈમાં  દલિત સમાજના સમર્થકો વાવટા સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા.જરબરજસ્તીથી શહેરની દુકાનો બંધ કરાવતા હતા. વેસ્ટર્ન એક્સ. હાઈવે, ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર આંદોલનકર્તા રસ્તા પર ઘસી આવીને   ટ્રાફિક અટકાવતા હતા. પથ્થરમારો વાહનો પર  કરવા લાગ્યા હતા. બોરીવલી, ગોરેગામ, ચારકોપ, વિક્રોલી, ભાંડુપ, ઘાટકોપર રમાબાઈનગર, મુલુંડ, થાણે સહિત નવી મુંબઈમાંવ ઠેર ઠેર પર આંદોલનકર્તા રોડ પર ઊતરી આવતાં ટ્રાફિક અટકાવી દીધો હતો.

મુંબઈની લાઈફ લાઈન મનાતી લોકલ સેવાને ભારે અસર પડી હતી.  પશ્ચિમ રેલવે, મધ્ય રેલવે અને હાર્બરની સેવાને  માઠી અસર પડી હતી.  આ સેવા ખોડંગાઈને દોડતી હતી. પશ્ચિમ  રેલવેએ ૬૦ લોકલ ફેરી રદ્દ કરી હતી અને ૨૦૦થી વધુ લોકલ ૨૦થી ૨૫ મિનિટ વિલંબથી દોડી હતી. જ્યારે એ.સી. લોકલની ૧૨ ફેરી પૈકી સવારે  ૪ ફેરી દોડાવીને બાકીની ફેરી બંધ કરીને  એસી લોકલ ટ્રેન બોમ્બે સેન્ટ્રલના યાર્ડમાં  ઊભી કરી દીધી હોવાનું  પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી  ગજાનન મહાપુતકરે જણાવ્યું હતું.
જ્યારે મધ્ય રેલવે અને હાર્બર લોકલ પર બાવન આંદોલનકર્તાએ ટ્રેન અટકાવી હતી. જેના કારણે ૨૦૦થી વધુ લોકલ ફેરી રદ્દ કરી હતી. અનેક ટ્રેનો ૧૫થી ૨૫ મિનિટ વિલંબથી દોડી હતી.

આંદોલનકર્તા 'જય ભીમ'ના નારા સાથે રસ્તા પર ઊતરી આવતાં દુકાનો, હોટેલોને  બંધ કરાવતા હતા. શાળા અને કોલેજોએ પણ વિદ્યાર્થીઓને રજા જાહેર કરી દીધી હતી. આ બંધ  શાળાની સ્કુલ બસો જોડાતા બાળકોને શાળામાં વાલીઓએ  મોકલાવ્યા ન હતા.
મુંબઈમાં કાંજુર માર્ગ રેલવે સ્ટેશન પર બપોરે  આંદોલનકર્તાએ  મોટા પ્રમાણમાં તોડફોડ  કરી હતી. રેલવે સ્ટેશનની સ્ટીલની  ખુરશીઓ તોડીને ટ્રેક પર ફેંકી હતી.
પાલઘર, ગોરેગામ, અંધેરી, દાકગર, વિરાર, નાલાસોપોરા, દહિંસર, મલાડ, માહિમ, એલ્ફિસ્ટન સહિત આંદોલનકર્તા એકઠા થતાં ટ્રેનના સંચાલન પર ભારે અસર પડી હતી.

જ્યારે મુંબઈથી બહારાગામથી આવતી જતી ટ્રેન સેવા પર માટી અસર  પડી ન હતી.  ઘાટકોપરના આરસીટી મોલ નજીક તંગદીલી વ્યાપી તી. ત્યાં વાહનોના તોેડફોડ કર્યા હતા.  વાહનના ટાયરની હવા કાઢી નાંખી હતી.
ડોંબિવલી રેલવે સ્ટેશનની ટિકિટબારીના કાચ ફોડી નાંખવામાં આવતા. નવાઈન વાત એ છે કે દસિત આંદોલનકર્તાએ કલ્યાણ (પ.) શિવસેનાની સેન્ટ્મરલ શાખા તોડી પાડી હતી.

દાદર, નાયગાવ, ભાઈવાડા પરિસરમાં આંદોલનકર્તાએ  જોરદાર પ્રદર્શન કર્યું હતું. આ વેળા આંદોલનકર્તાએ રસ્તા અને રેલ રોકો આંદોલન કર્યું હતું.
શહેરની ઓફિસો, માર્કેટો, સહિત અનેક બજારો બંધ રહ્યા હતા. કેટલાકે  નુકસાનીથી બચવા માટે  સ્વયંભૂ બંધ પાળ્યો હોવાનું  જાણવા મળ્યું હતું.

નાગપુરમાં મોરચો, રેલી સાથે ઘોષણાબાજી કરાતી હતી. કેટલાક વિસ્તારોમાં  પથ્થરમારો  કરાયો હતો.  આવી પરિસ્થિતિ  ચંદ્રપુર, ગઢચિરોલી, અમરાવતી, ઔરંગાબાદ, અહમદનગર, સાંગલી, સોલાપુર, વર્ધામા, પુણે, નાશિક, કોલ્હાપુરમાં થઈ હતી.

આખરે ૧૦ કલાક બાદ દલિત સંગઠનના ભારિપ બહુજન મહાસંઘના અધ્યક્ષ પરકાશ આંબેડકરે મહારાષ્ટ્ર બંધ શાંતિથી પાર પડયો એવો દાવો કરીને બંધ પાચો ખેંચી લીધો હોવાનું એલાન કર્યું હતું.
બેસ્ટની બાવન બસો પર પથ્થરમારો આંદોલનકર્તાએ કરીને નુકસાન પહોંચાડયું અને ચાર ડ્રાઈવર જખ્મી થતાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર ાટે દાખલ કરાયા હતા.

Post Comments