Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મેરા ભારત મહાન - અક્ષય અંતાણી

નોટબંધીએ નહીં પણ ખણખણતા સિક્કાએ  જીવ લીધો

નોટબંધી લાદવામાં આવી ત્યારે કેટલાય નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા એ સહુને યાદ હશે. પરંતુ નોટબંધીને કારણે નહીં પણ ખણખણતા સિક્કાને કારણે જીવ ગુમાવ્યો હોય એવી એક ઘટના ચૌબેપુર ગામે ઠેર ઠેર ચર્ચાઈ રહી છે.

કહેવાય છે કે ફેકટરીમાં કામ કરતા મજૂરની પત્ની ગર્ભવતી હતી.  પત્નીના ઈલાજને માટે પૈસાની જરૃર પડતા મજૂર ફેકટરીના સાહેબ પાસે પગાર માગવા ગયો. સાહેબે કહ્યું કે પગાર ચૂકવવા અત્યારે ચલણી નોટો નથી, જોઈતા હોય તો સિક્કા લઈ જા.

  આમાં કહેવાય છે કે બોલાચાલી  થઈ અને પછી આટલા બધા સિક્કા લઈને પત્નીનો   ઈલાજ કરાવવા માટે  કેવી રીતે જઈશ? એવાં ટેન્શનમાંને  ટેન્શનમાં ફેકટરીમાંથી બહાર નીકળતી  વખતે મજૂરને સિવિયર હાર્ટ એટેક આવ્યો અને ત્યાં જ ફસડાઈ પડયો. જોતજોતામાં તેનું પ્રાણપખેરૃં  ઊડી ગયું. આમ નોટબંધી નહીં  પણ ખણખણતા સિક્કા મજૂર માટે કાળ બની બન્યા.

પોલીસના ગણવેશ પર કૃષ્ણનો લોગો

ખાખી વરદીધારી પોલીસ રસ્તામાં  નીકળે ત્યારે ટેણિયા-મેણિયા  પોલીસ સલામ....  પોલીસ સલામ... બોલીને રાજી થઈને સાલમ કરતા હોય છે. પરંતુ મથુરામાં આવનારા દિવસોમાં  રસ્તેથી  નીકળવા પોલીસને જોઈ બાળકો જ નહીં મોટેરાઓ  પણ જયશ્રી કૃષ્ણ (જેએસકે) જયશ્રી કૃષ્ણ બોલી નમન કરે તો નવાઈ નહીં.

કારણ કે હવે મથુરા પોલીસના ખાખી ગણવેશ ઉપર શ્રીકૃષ્ણની તસવીરનો  લોગો મૂકવાનું  વિચારાયું છે. પોલીસના  યુનિફોર્મ  ઉપર ભગવાનનો ફોટો મૂકવા સામે વિરોધનો વંટોળ જાગ્યો છે. કારણ આપણા બંધારણમાં ધર્મનિરપેક્ષતાનો  આદર્શ અપનાવવામાં   આવ્યો છે.

એટલે સેક્યુલેટરીસ્ટોએ એવી દલીલ કરી છે  કે પોલીસના  યુનિફોર્ણ ઉપર કૃષ્ણ ભગવાનનો લોગો મૂકવાથી પોલીસની ધર્મનિરપેક્ષ  છબીને ઝાંખપ લાગશે. યુપી સરકારે વૃંદાવનને પવિત્ર તીર્થસ્થાન જાહેર કર્યું હોવાથી મથુરા પોલીસને  કૃષ્ણના લોગોવાળો યુનિફોર્મ આપવાનું નક્કી થયું છે. ભાજપવાળા કહે છે કે મથુરા-વૃંદાવનનું સદીઓથી કૃષ્ણ જન્મભૂમિ તરીકે મહાત્યય રહ્યું છે.

એટલે પોલીસને કૃષ્ણ ભગવાનની તસવીરવાળો લોગો આપવામાં કંઈ ખોટું નથી. જોકે આમ પણ ઉત્તર પ્રદેશમાં ભાજપની સત્તા આવ્યા પછી  રાજ્યને   ભગવામય બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે એ સહુ નજરોનજર જુએ જ છે ને? બાકી તો કૃષ્ણને નામે જાગેલા વિવાદને જોઈને કેટલાંય કૃષ્ણભક્તો કહે છે પણ ખરા કે:

વિવાદ જગાવાય છે લોગોથી
આ બધું નથી જોવાતું  સેક્યુલર લોકોથી.

દેવી-દેવતાને  સમર્પિત જંગલો

શહેરોમાં વૃક્ષોની આડેધડ કતલ કરીને સિમેન્ટ ક્રોેંકિટના જંગલ ઊભા થાય છે. વિકાસને નામે વિનાશ થાય છે. પ્રગતિને નામે પર્યાવરણની અદ્યોગતિ થાય છે.  આ વસમી વાસ્તવિક્તા વચ્ચે પણ દેવભૂમિ તરીકે ઓળખાતા ઉત્તરાખંડમાં પહાડી લોકો દેવી-દેવતાઓને  જંગલો સમર્પિત કરી દે છે અને આ રીતે વૃક્ષો અને હરિયાળીની  હિફાઝટ કરે છે.

પ્રકૃતિમાં  પરમેશ્વર વસે છે એવી પાક્કી શ્રદ્ધા સાથે લોકો માને છે વૃક્ષોને લીધે જ ધરતી પર જીવન છે. એટલે આ વૃક્ષોને કોઈની નજર ન લાગે અને હંમેશા વૃક્ષો મુસ્કુરાતા  રહે માટે કુમાઉ ક્ષેત્રમાં દોઢ હજાર હેકટરમાં પથરાયેલા  જંગલો દેવી-દેવતાઓને સમર્પિત કરવામાં આવ્યા છે.  આ જંગલો દેવી-દેવતાઓને સોંપવામાં  આવ્યા છે.

તેની નિશાની રૃપે ઝાડ ઉપર ધર્મધજાઓ લહેરાવવામાં આવે છે. જેથી ઝાડ પર કુહાડી ચલાવીને કોઈ કાપે નથી. કુમાઉ ક્ષેત્રમાં લગભગ ૫૦ જંગલોમાં આ પરંપરા છે. પરમાત્મા સાથે પ્રકૃતિને જોડી પર્યાવરણની રક્ષા કરવાની કેવી ઉજ્જવળ પરંપરા કહેવાય? કહે છેને છોડમાં જ રણછોડ છે, ઝાડ છે તો જીવન છે અને પ્રકૃતિનું  પૂજન એ પર્યાવરણનું રક્ષણ છે.

વીજળીના પૈસા ચૂકવવામાં ઢીલ તો કિન્નરો વસૂલશે બિલ

બાલકડા રે બાલકડા ખૂબ જીવો રે બાલકડા... કોઈને ત્યાં બાળક  જન્મે ત્યારે તાલી-તાબોટા પાડતા અને ઢોલક પર થાય આખી ગીતા અને પૈસા માગતા તૃતિયપંથીઓને બધાએ જોયા હશે.  પરંતુ હવે  ઉત્તર પ્રદેશના આઝમગઢમાં વીજળીનું બિલ ન ચૂકવતા હોય તેને ઘરે વ્યંડળોની ફોજ મોકલી પૈસા વસુલ કરવાનો નુસ્ખો અજમાવવામાં  આવ્યો છે.

દેશની સર્વોચ્ચ અદાલતે  કિન્નરોને થર્ડ જેન્ડર તરીકે માન્યતા આપી છે. એટલું જ નહીં સમાજના સૌથી ઉપેક્ષિત વર્ગના તૃતિયપંથીઓને  ઘેર ઘેર ફરી પૈસા માગવા ન પડે માટે સરકાર તરફથી નોકરીઓમાં પણ રાખવામાં આવી રહ્યાં છે. કેરળના કોચીનમાં થોડા સમય પહેલાં જ મેટ્રો-રેલ દોડતી થઈ છે.

આ મેટ્રો-રેલમાં ૨૪ કિન્નરોને તાલીમ આપીને નોકરી આપવામાં આવી છે. તામિળનાડુમાં  તો કિન્નરોની હાઉસિંગ કોલોની  ઊભી કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં ઉચ્ચ શિક્ષિત કિન્નરને કોલેજના પ્રિન્સિપલની  જવાબદારી સોંપવામાં આવી છે. ઈશાન ભારતમાં તો કિન્નરો કલા અને અભિનય  ક્ષેત્રમાં પણ સક્રિય થઈ ગયા છે. વ્યંડળો આશાભર્યા  અવાજમાં કહે છે :

હમારે ભી અચ્છે દિન આયેંગે
કિન્નર ભી ફર્ઝ નિભાયેંગે

 

મધમાખી નાચે છે

મધ મીઠું પણ મધમાખીનો ડંખ બહુ તીખ્ખો. માણસને આવી ડંખીલી માખી નડે અને કાં તુ-માખી નડે. મધમાખી ડંખે ત્યારે પીડાથી માણસ નાચવા માંડે છે. પણ ઘણાંને ખબર નહીં હોય કે  મધમાખીઓ પોતે પણ નાચી જાણે ચે. સંશોધકોના કહેવા મુજબ જ્યારે મધમાખીને ભોજન મળે છે  ત્યારે  મધપુડા નજીક પાછી જઈને ઘૂમરી લઈ લઈને જાણે નાચતી હોય એવો દેખાવ કરે છે અને ગાતી હોય એમ ગણગણાટ કરે છે. આ સંકેત બીજી મધમાખીઓ સમજી જાય છે અને પછી બધી મધમાખીઓ ભેગી થઈને ભોજન ઉપર તડી  બોલાવે છે. કુદરતનો કેવો કમાલ?

મધમાખી ડંખે તો માણસ નાચે
મધમાખી ભોજન જંખે ત્યારે ખુદ નાચે

પંચ-વાણી

ગુજરાતીમાં ગાંડો કહીએ એને મરાઠીમાં વેડા કહે છે. મજાની વાત એ છે કે એક શબ્દમાં જ આ બંને શબ્દો આવી જાય એવો એક શબ્દ છે. ગાંડાવેડા.
 

Post Comments