Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કામસુખમાં કંટકરૃપ સમયની અછત

વર્તમાન  સમયની વાત કરીએ તો લોકોની બદલાતી જતી જીવનશૈલીએ યુવાન દંપતીઓનું  જાતીય જીવન સમગ્રપણે  ખોરવી નાખ્યું છે. વાસ્તવમાં  સેક્સ યુવાન યુગલોના સંબંધોને મજબૂત બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

પરંતુ જ્યારે સમયના અભાવે  કે અન્ય કારણોસર યુવાન કે પ્રૌઢ દંપતીઓ જાતીય સુખના આનંદથી વંચિત રહી જાય ત્યારે તેની અસર તેમના સ્વાસ્થ્ય પર પણ પડે છે. એક સંશોધન મુજબ જે લોકો આખો દિવસ ઓફિસમાં એક જ જગ્યાએ બેસીને કામ કરે છે તેમની  સેક્સની રૃચિ ઓછી થઈ જાય છે.

તેઓ શારીરિક સુખ માણવાનો ઉત્સાહ ગુમાવી બેસે છે. અને જ્યારે કોઈ વ્યક્તિ સેક્સમાંથી રસ ખોઈ દે  ત્યારે તેની આરોગ્ય વિષયક સમસ્યાઓ વધી જાય છે. તે પ્રિમેચ્યોર ઈજેક્યુલેશન અને ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શન જેવી સમસ્યાઓથી ઘેરાઈ જાય છે. આખો દિવસ ખુરશી પર બેસીને કામ કરવાથી કરોડરજ્જુને અસર પહોંચે છે જેની સીધી અસર જાતીય જીવન પર પડે છે. કારણ કે સમાગમ  દરમિયાન કે પછી કોઈપણ શારીરિક હલનચલનનો મુખ્ય આધાર આપણી કરોડરજ્જુ પર અવલંબે છે.

૨૫ વર્ષ તેમ જ તેનાથી વધુ ઉંમરના ૫૫૦ લોકો પર કરવામાં આવેલા સર્વેક્ષણમાં જણાઈ આવ્યું હતું કે આધુનિક જીવનશૈલીએ લોકોની પ્રાથમિકતાઓ બદલી નાખી છે. પરિવારની ઈચ્છાઓ અને  મિત્રોને સમય આપવામાં પોતાની જાતને ભૂલી જાય છે.

Post Comments