Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

એસટી ચાલકે બાઈકને ટક્કર મારતા પતિ-પત્નીનાં મૃત્યુ

- ખંભાતના નેજા-તારાપુર રોડ પર

- તારાપુરના દંપતીના ઘટના સ્થળે જ મોત

આણંદ,તા.૧૩ જાન્યુઆરી 2018, શનિવાર

આણંદ જિલ્લાના ખંભાત તાબે નેજા-તારાપુર રોડ પર એક વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો. આ ઘટનામાં એસ.ટી. બસના ચાલકે રસ્તામાં જતા બાઈકને ટક્કર મારી હતી. આ બાઈક પર સવાર યુવાન અને તેની પત્ની રોડ પર પટકાતા તેઓને શરીરે ગંભીર ઈજાઓ પહોચતા બંનેનું કરૃણ મોત નિપજ્યું હતું.

અકસ્માત બાદ માર્ગ પર ટ્રાફિકની લાંબી કતારો જોવા મળી હતી. આ ઘટનાની જાણ ખંભાત ગ્રામ્ય પોલીસને થતાં જ પોલીસની ટીમ તુરંત જ ઘટના સ્થળે દોડી આવી હતી અને એસ.ટી. બસ ચાલક સામે ફેટલ અકસ્માતનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.

આ ઘટનામાં ખંભાત રૃરલ પોલીસના જણાવ્યા મુજબ તારાપુર-નેજા રોડ પર ગઈકાલે બપોરના સુમારે એક વાહન અકસ્માત સર્જાયો હતો. જેમાં તારાપુરમાં રહેતા વિશાલ તથા તેમની પત્ની નિકીતા બાઈક લઈ પસાર થતા હતા. આ સમયે એસ.ટી. બસને જીજે-૧૮ ઝેડ-૨૫૯૦ના ચાલકે તેની બસ પુરઝડપે હંકારી તેઓના બાઈકને ટક્કર મારી હતી. આ ટક્કર વાગતા જ વિશાલ અને તેમની પત્ની નિકીતા રોડ પર પટકાયા હતા. જેમાં બાઈક પર સવાર બંને વ્યક્તિઓને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું સ્થળ પર કમકમાટીભર્યું કરૃણ મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ ભાવીકકુમાર શાહ દ્વારા ખંભાત રૃરલ પોલીસને કરતા એસ.ટી. ચાલક સામે ફેટલ અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે.

Post Comments