Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સહારા ઇન્ડિયાને ગ્રાહકોની રકમ ચૂકવી આપવા હુક્મ

- આણંદ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમનો વ્યાજ સાથે ચૂકવવા આદેશ

આણંદ,તા.૧૩ જાન્યુઆરી 2018, શનિવાર

ગ્રાહક સુરક્ષા મંડળ વિદ્યાનગર મારફતે ગ્રાહકને ડીપોઝીટ મૂકેલ રકમ ચૂકવી આપવા સહારા ઈન્ડિયાને આણંદ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ દ્વારા હુકમ કરાયો છે.

ગ્રાહકોએ વિશ્વાસ અને ભરોસો રાખી સહારા ઈન્ડિયામાં બચત અને ફિક્ષ ડીપોઝીટ મુકીને પૈસાનું રોકાણ કર્યું હતું. ત્યારબાદ ડીપોઝીટ રકમ પાકતી તારીખે ગ્રાહકોને ચૂકવી આપતા નથી. જરૃરીયાતના સમયે પૈસા ન મળવાથી ગ્રાહકોને હેરાન કરતા હોય છે. આવી જ ફરિયાદોમાં (૧) દેવચરણ દાસ સાધુએ મુકેલ રકમ રૃા.૨૦,૯૩૪/- (૨) શાંતાબેન સુરેશભાઈ પ્રજાપતિએ મુકેલ રકમ રૃા.૬૬,૦૦૦/- (૩) પારૃલબેન દાનાભાઈ પ્રજાપતિએ મુકેલ રકમ રૃા.૪૧,૬૦૦/- (૪) રાજીબેન નવીનભાઈ પ્રજાપતિએ મુકેલ રકમ રૃા.૪૨,૬૦૦/- (૫) વર્ષાબેન રમેશભાઈ પ્રજાપતિએ મુકેલ રકમ રૃા.૬૦,૦૦૦/- (૬) નીલાબેન મહેન્દ્રભાઈ પ્રજાપતિએ મુકેલ રકમ રૃા.૨૦,૪૦૦/- તમામ રકમ ૯% વ્યાજ સાથે ચુકવી આપવા અને દરેક ગ્રાહકોને માનસિક ત્રાસ પેટે રૃા.૩,૦૦૦/- ચુકવવા તથા ફરિયાદ ખર્ચ માટે રૃા.૧,૦૦૦/- રકમ ચૂકવી આપવા માટે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ આણંદનાઓએ હુકમ કરેલ છે.

Post Comments