Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કોસીન્દ્રાની શાળામાં બે વિદ્યાર્થીને ઢોરમાર મારતા શિક્ષક સામે ફરિયાદ

- શિક્ષક સામે વાલીઓએ પોલીસ ફરિયાદ કરી સુણાવમાં વાલીની પ્રિન્સિપાલને ધમકી

આણંદ,તા.૧૦ નવેમ્બર શુક્રવાર 2017

આણંદ જિલ્લાને દૂધ નગરીની સાથે સાથે વિદ્યાનગર શિક્ષણધામના લીધે શિક્ષણનગરી તરીકે પણ ઓળખવામાં આવે છે.શિક્ષણનગરીમાં શિક્ષણનું સ્તર કથળી રહ્યુ છે.જિલ્લાના આંકલાવ તાબે કોસીન્દ્રા ગામે આવેલ વિદ્યાલયમાં એક પીટીના શિક્ષકે બે વિદ્યાર્થીઓને ઢોર માર મારતા તેઓના વાલીઓ દ્વારા શિક્ષક સામે આંકલાવ પોલીસ મથકે પનોકો ફરિયાદ નોંધાવી હતી.જ્યારે મહેળાવ તાબે સુણાવ ગામે આવેલ હાઈસ્કુલમાં પ્રિન્સીપાલે એક વિદ્યાર્થીને ઠપકો આપતા તેના વાલી દ્વારા પ્રિન્સીપાલને જાનથી મારી નાંખવાની ધમકી અપાઈ હતી.આ બંન્ને બનાવોથી જૂનવાણી કહેવતો સોટી વાગે ચમચમ વિદ્યા આવે ધમધમ અને માસ્તર મારેય નહી અને ભણાવે પણ નહી જેવી ઉક્તીઓ સાર્થક બનવા પામી હોવાની વાત નગરજનોમાં ચર્ચાનો વિષય બની હતી.

આંકલાવ તાલુકાના કોસીન્દ્રા ગામે આવેલ સ્કુલમાં એક શિક્ષક બેફામ બનતા ચકચાર મચી હતી.આ શાળામાં ધોરણ ૮માં ભણતા બે વિદ્યાર્થીઓ ચાલુ ક્લાસે વાતો કરતા હતા.આ બંન્ને વિદ્યાર્થીઓને વાતો કરતા જોયા બાદ પી.ટી. વિષય લેતા રાજેશભાઈ દ્વારા ઢોર મારમારવામાં આવ્યો હતો. આ બંન્ને વિદ્યાર્થીઓના પીઠ પર મારવાના નિશાન પડયા હોવાથી બંન્ને વિદ્યાર્થીઓએ ઘરે જઈ રડતા રડતા તેમના વાલીઓને ઘટનાની જાણ કરી હતી. જેથી વાલીઓનો કાફલો સ્કુલ પર ગયો હતો.ત્યાં ગયા પછી પણ તેમની ફરિયાદ ન સંભળાતા અંતે આંકલાવ પોલીસ મથકે ઉક્ત શિક્ષક સામે પનોકો ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદ બાદ આંકલાવ પોલીસ મથકનો સંપર્ક કરતા આ ઘટનામાં તપાસ દલપતસિંહ ચલાવી રહ્યા હોવાની અને આ શિક્ષકની અટકાયત ન કરાઈ હોવાની માહિતી જણાવી હતી. મહેળાવ તાબે સુણાવ ગામે આવેલ વી.વી. હાઈસ્કુલમાં એક વિદ્યાર્થીના વાલી દ્વારા પ્રિન્સીપાલને જાનથી મારી નાંખવાની ધમકીએ ચકચાર મચાવી હતી.જેમાં સ્કુલમાં ભણતા એક વિદ્યાર્થીને પ્રિન્સીપાલ આયેશા મનસુરી દ્વારા ઠપકો આપવામાં આવ્યો હતો. આ ઠપકા બાદ વિદ્યાર્થીએ તેના વાલી ઘનશ્યામભાઈ ધુળાભાઈ પટેલ રહે પોરડા દ્વારા હાઈસ્કુલમાં જઈ ઉક્ત પ્રિન્સીપાલની સાથે ઝઘડો કરી તેઓને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી.જેથી  પ્રિન્સીપાલ દ્રારા મહેળાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવામાં આવી હોવાની માહિતી પોલીસે જણાવી હતી.

Post Comments