Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટ્રમ્પની નવી ઇમિગ્રેશન પોલીસીથી ગ્રીન કાર્ડ બેકલોગનો અંત આવશે: વ્હાઇટ હાઉસ

- ડાયવર્સિટી લોટરી વિઝા સીસ્ટમનો અંત આવતા સ્કીલ્ડ વર્કર્સને લાભ થવાનો દાવો

(પીટીઆઇ) વોશિંગ્ટન,  તા. 9 ફેબ્રુઆરી, 2018, શુક્રવાર

વિઝા ફાળવણીમાં દેશ દીઠ મર્યાદાને દૂર કરવાની ભારતીય એચવન-બી વિઝા ધારકોની વધતી જતી માગ વચ્ચે વ્હાઇટ હાઉસે  આજે કહ્યું હતું કે પ્રમુખ ટ્રમ્પની ઇમિગ્રેશન ફ્રેમવર્ક નીતિથી ડાયવર્સિટી લોટરી વિઝા સીસ્ટમનો અંત આવતા સ્કીલ્ડ વર્કર્સને લાભ થશે અને ગ્રીન કાર્ડ બેકલોગના નિકાલમાં મદદ મળશે. મોટાભાગના ઉચ્ચ લાયકાત ધરાવતી અને એચવન-બી વિઝા લઇને અમેરિકા આવેલા ભારતીય અમેરિકનો હાલની ઇમિગ્રેશન સીસ્ટમના સૌથી મોટા ભોગ બન્યા છે.

હાલની ઇમિગ્રેશન  સીસ્ટમ મુજબ  દેશ દીઠ માત્ર સાત ટકા જ ગ્રીન કાર્ડ અથવા તો કાયમી કાયદેસરના નિવાસની  ફાળવણીની મર્યાદા છે.પરિણામે ભારતીય સ્કીલ્ડ વર્કર્સનો હાલનો ગ્રીન કાર્ડ માટેનો વેઇટિંગ પિરિયડ ૭૦ વર્ષે સુધીનો થઇ શકે છે. ગયા સપ્તાહમાં સેંકડો ભારતીય સ્કીલ્ડ વર્કર્સ સમગ્ર અમેરિકામાંથી આવીને વોશિંગ્ટનમાં ભેગા થયા હતા અને ટ્રમ્પ વહીવટી તંત્રને તેમજ કોંગ્રેસને  ઇમિગ્રેશન સીસ્ટમમાં અનિયમિતતા દૂર કરવાની માગ કરી હતી. '

પ્રમુખ ટ્રમ્પનું  ફ્રેમવર્ક વિઝા લોટરી પ્રોેગ્રામનો અંત લાવશે અને  નોકરી આધારિત ઇમિગ્રેશનના કેસ તેમજ હાઇલી સ્કીલ્ડ  બેકલોગને ઘટાડવામાં મદદ કરશે. એમ 'અમારી ઇમિગ્રેશન સીસ્ટમના કારણે થયેલા આર્થિક નુકસાનનો અંત'શિર્ષક હેઠળના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.ત્યાર પછી સાંજે ટ્રમ્પે વિઝા લોટરી સીસ્ટમના અંતની હાકલ કરી હતી. 'વિઝા લોટરીને બંધ કરવાનો સમય આવી ગયો છે. કોંગ્રેસે ઇમિગ્રેશન સીસ્ટમને સુરક્ષિત કરવી જોઇએ અને અમેરિકનોની રક્ષા કરવી જોઇએ' એમ ટ્રમ્પે ટ્વિટ કરીને કહ્યું હતું.

Post Comments