Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પાકિસ્તાન મીડિયા રેગ્યુલેટરે ચેનલોને ફેક ન્યૂઝ અંગે ચેતવણી આપી

- ચીને ભારતીય સૈનિકોની હત્યાના 'ફેક ન્યૂઝ'ની ચોમેર ટીકા

- પાક.માં ૧૭ જુલાઇએ ૧૫૮ ભારતીય સૈનિકોની હત્યાના ફેક ન્યૂઝ પ્રસારિત થયા હતા

(પીટીઆઇ)    લાહોર, તા. ૧૩ બુધવાર, સપ્ટેમ્બર 2017
પાકિસ્તાનની ચેનલોએ ચીનના સૈનિકો દ્વારા ૧૫૮ ભારતીય સૈનિકોની હત્યા કરી હોવાના ફેક ફેક ન્યૂઝ   પ્રસારિત કર્યાના કેટલાક સપ્તાહ પછી પાકિસ્તાન ઇલેક્ટ્રોનિક મીડિયા રેગ્યુલેટરી ઓથોરિટી(પીઇએમઆરએ)એ ચેનલોને ફેક ન્યૂઝ અંગે ચેતવણી આપી છે.

પીઇએમઆરએ દ્વારા જારી કરાયેલી નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે ૧૭ જુલાઇ, ૨૦૧૭ના રોજ પાકિસ્તાની ચેનલોએ  ચીનના સૈનિકો દ્વારા ભારતીય સૈનિકોની હત્યા કરવાના ફેક ન્યૂઝ પ્રસારિત કર્યા હતાં. જેના કારણે પીઇએમઆરએ(એમેન્ડમેન્ટ) એક્ટ, ૨૦૦૭ અને ઇલેક્ટ્રોનિક મીડિયા કોડ ઓફ કન્ડક્ટ, ૨૦૧૫નો ભંગ થયો છે.

પાકિસ્તાનના મીડિયા નિયંત્રકે તમામ ચેનલોને સંબધિત કાયદાની તમામ જોગવાઇઓનું પાલન કરવાનો આદેશ આપ્યો છે. પાકિસ્તાની ન્યૂઝ ચેનલોએ ૨૭ જુલાઇ, ૨૦૧૭ના રોજ એવા ફેક ન્યૂઝ પ્રસારિત કર્યા હતા કે ચીનના સૈનિકોએ ૧૫૮ ભારતીય સૈનિકોની હત્યા કરી નાખી છે.

ભારતના વિદેશ મંત્રાલયે તરત જ આ ન્યૂઝને પાયાવિહોણા અને ખોટા ગણાવ્યા હતા. ચીને પણ આ મુદ્દે પાકિસ્તાની ચેનલોની ટીકા કરી હતી.

Post Comments