Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચીનના શોપિંગ મોલમાં ચાકુધારીનો હુમલો એકનું મૃત્યુ : ૧૨ ઘાયલ

- વ્યસ્ત શોપિંગ મોલમાં, બેગમાંથી ચાકુ કાઢી હુમલાખોરે આડેધડ પ્રહારો ચાલુ કર્યા !

(પીટીઆઇ) બેજીંગ, તા. 11 ફેબ્રુઆરી, 2018, રવિવાર

ચીનના પાટનગર બૈજીંગનાં બાહ્ય વિસ્તારમાં આવેલા એક શોપિંગ મોલમાં છરી સાથે ઘુસી ગયેલા એક માણસે હાહાકાર મચાવ્યો હતો. તેણે, છરીથી મહિલાની હત્યા કરી હતી જ્યારે અન્ય ૧૨ને છરીના ઘા મારીને ઘાયલ કર્યા હતા. તેમ પોલીસે માહિતી આપી હતી.

શિચેન્ગ જિલ્લાના શિડાન વિસ્તારમાં આવેલા 'જોય સીટી' શોપિંગ મોલમાં આ ઘટના બની હતી. આ વ્યક્તિએ કરેલા હુમલામાં મહિલા ઘવાઇ હતી. જે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામી હતી. ત્યારબાદ તે વ્યક્તિએ આ વ્યસ્ત શોપિંગ મોલમાં આડેધડ હુમલા ચાલુ કર્યા હતા જેમાં નવ મહિલા અને ત્રણ પુરૃષો ઘવાયા હતા. જોકે આ તમામ ભયમુક્ત હોવાનું પોલીસે કહ્યું હતું.

પોલીસે હુમલાખોરને પકડીને, તે વ્યક્તિની અટક ઝીઉ હોવાનું કહ્યું હતું. તેની પૂર્ણ ઓળખ આપી ન હતી. હુમલાખોરે ગૂનો કબૂલી લઇને હુમલાની જવાબદારી સ્વીકારી લીધી છે. અને અંગત અદાવતને કારણે હુમલો કર્યાનું કહ્યું છે.

પાંચમા માળે રેસ્ટોરન્ટમાં હાજર એક સાક્ષીએ કહ્યું હતું કે 'તેણે તે માણસને તેની બેગમાંથી છરી કાઢીને કેટલાક લોકો પર અચાનક હુમલો કરતા જોયો હતો.' ચીનમાં અંગત સમસ્યા મુદ્દે જાહેર સ્થળે લોકો પર હુમલાની ઘટના અવાર-નવાર બનતી રહે છે.

Post Comments