Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કેરિબિયનના સેંટ માર્ટિન ટાપુ પરથી વધુ 60 ભારતીયોને બચાવાયા

- ફ્લોરિડામાં ઈરમા વાવાઝોડાના મૃતકોનો આંક વધીને 12

- ભારતીય દૂતાવાસે ખાસ વિમાનમાં તમામને એક સલામત ટાપુ પર ખસેડયા

(પીટીઆઈ)    મિયામી, તા.13 બુધવાર, સપ્ટેમ્બર 2017

કેરિબિયન ટાપુઓને ધમરોળીને ગયેલા ઈરમા વાવાઝોડાના કારણે હજુયે અનેક ટાપુઓની સ્થિતિ બદતર છે. આ દરમિયાન સેંટ માર્ટિન ટાપુ પરથી વધુ 60 ભારતીયને બચાવાયા હતા.

ભારતીય દૂતાવાસની મદદથી અત્યાર સુધી કુલ 170 ભારતીયોને ખાસ વિમાનમાં કુરાકાઉ નામના સલામત ટાપુ પર પહોંચાડી દેવાયા હતા. અહીં અનેક લોકોની સાથે ભારતીયો પણ શેલ્ટર હૉમમાં આશરો લઈ રહ્યા છે.

ફ્લોરિડામાં ત્રાટકેલા ઈરમા વાવાઝોડાનો મૃત્યુઆંક વધીને 12એ પહોંચી ગયો છે. ફ્લોરિડાના ડિવિઝન ઓફ ઈમર્જન્સીના પ્રવક્તા આલબર્ટો મોસ્કોસોએ કહ્યું હતું કે, અમે હજુયે રાહત અને બચાવનું કામ કરી રહ્યા છે. હાલ અનેક લોકો શેલ્ટર હૉમમાં છે, જેમને ભોજન-પાણી અને દવા સહિતની બધી જ સુવિધા પૂરી પડાઈ રહી છે.  

આ દરમિયાન વિપ્રોએ 'રિબિલ્ટ ટેક્સાસ ફંડ' હેઠળ અઢી લાખ ડૉલરનું દાન આપવાની જાહેરાત કરી હતી. આ અંગે વિપ્રોના સીઈઓ આબિદલી નીમુચવાલાએ જણાવ્યું હતું કે, અત્યંત વિનાશક ઈરમા વાવાઝોડાના ટેક્સાસને ભારે નુકસાન પહોંચ્યું છે. વિપ્રો ટેક્સાસ સાથે ખૂબ જ ઊંડા સંબંધ ધરાવે છે. વિપ્રો અને અહીંના લોકો એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. અમે ટેક્સાસને ફરી ઊભું કરવામાં તેમની સાથે છીએ.

Post Comments