Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

લંડન સિટી એરપોર્ટ ઉપર બીજા વિશ્વયુધ્ધ વખતનો બોમ્બ મળી આવ્યો

- એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યુ

લંડન, તા. 12 ફેબ્રુઆરી 2018, સોમવાર

લંડન સિટી એરપોર્ટ પાસે બીજા વિશ્વ યુદ્ધ સમયનો એક બોમ્બ મળ્યો છે. આ બોમ્બ મળ્યા બાદ લંડન સિટી એરપોર્ટ બંધ કરી દેવાયું છે. બોમ્બ ટેમ્સ નદીની જ્યોર્જ વી ડોક પાસે મળ્યો હતો.

બોમ્બ ડિસ્પોઝેબલ ટીમે બોમ્બને નિષ્ક્રીય કરવાના પ્રયાસોમાં લાગી. બોમ્બ મળ્યા બાદ લંડન સિટી એરપોર્ટે મુસાફરો માટે એરપોર્ટ તરફ ન આવવાનો નિર્દેશ જાહેર કર્યો છે.  સાથે જ ફ્લાઈટ સંબંધિત કોઈ પણ જાણકારી માટે એરલાઈન્સ કંપનીનો સંપર્ક કરવાનો પણ નિર્દેશ કર્યો છે.

સુરક્ષાના કારણોનુસાર ફ્લાઈટની અવરજવરને રોકી દેવામાં આવી છે.  એરપોર્ટ તરફ જતા રસ્તા પણ બંધ કરી દેવાયા છે. એરપોર્ટ પાસે કેટલાક કર્મચારીઓ કામ કરી રહ્યા હતા તે દરમિયાન તેમને બોમ્બ મળ્યો હતો અને તેમણે અધિકારીઓને જાણ કરી હતી. બાદમાં એરપોર્ટ ઓથોરિટીએ તાત્કાલીક અસરથી એરપોર્ટ બંધ કર્યું હતુ.

Post Comments