Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

યહુદી, ખ્રીસ્તી, ઇસ્લામના મહત્વના ધાર્મિક સ્થળ જેરુસલેમને અમેરિકાએ ઇઝરાઇલની રાજધાની જાહેર કરી

- ટ્રમ્પના નિર્ણયથી વૈશ્વિક સ્તરે તંગદીલી વધવાની શક્યતા

- જેરુસલેમમાં યહુદીઓ જ વર્ષો પહેલા શાસન કરતા હતા : ટ્રમ્પ સરકારનો દાવો

- ત્રણેય ધર્મના લોકો આ સ્થળ પર પોતાના દાવા કરી રહ્યા છે, જોકે ટ્રમ્પ સરકારે યહુદીઓની તરફેણમાં નિર્ણય લેતા વિવાદ વકર્યો

- ચીન-તુર્કી, અન્ય મુસ્લિમ દેશોએ ટ્રમ્પના પગલાને વખોડી પ્રાંતમાં તંગદીલી વધશે તેવી ચેતવણી આપી

નવી દિલ્હી, તા. ૬ ડિસેમ્બર 2017, બુધવાર

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાઇલની રાજધાની તરીકે જેરુસલેમને જાહેર કરી દીધુ છે. અને પોતાની એમ્બેસીને જેરુસલેમમાં સ્થાપવાનંુ નક્કી કર્યું છે. જે માટે એક અલગથી મકાન પણ જેરુસલેમમાં બનાવવાનો આદેશ પણ આપી દીધો છે. હાલ તેલ અવીવમાં હાલ ઇઝરાઇલની રાજધાની આવેલી છે. જેરુસલેમ સૌથી વીવાદીત સ્થળ રહ્યું છે કેમ કે આ સ્થળ પર ક્રિશ્ચિયન, યહુદીઓ અને મુસ્લિમ ત્રણેય દાવા કરી રહ્યા છે. અડધુ શહેર પેલેસ્ટિનમાં આવેલુ હતું જે બાદમાં ઇઝરાઇલમાં તેનો સમાવેશ થયો. ડોનાલ્ડ ટ્રમ્પે જેરુસલેમને જાણી જોઇને ઇઝરાઇલની રાજધાની જાહેર કરી દીધી છે. જેને પગલે હવે વીવાદ વકરી શકે છે.


અમેરિકાની સરકાર દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ટ્રમ્પ પ્રશાસને જેરુસલેમને ઇઝરાઇલની રાજધાની તરીકે જાહેર કરી દીધુ છે, આ ઐતિહાસિક હકીકત હોવાથી આ પગલુ ભરવામાં આવ્યું છે તેવો દાવો ટ્રમ્પ સરકારે કર્યો છે. મોટા ભાગના અરબ અને મુસ્લિમ દેશો ટ્રમ્પના આ પગલાનો વિરોધ કરી રહ્યા છે. આ ઉપરાંત ચીને પણ તેનો વિરોધ કર્યો છે.

ચીન, તુર્કીએ ચેતવણી આપી છે કે અમેરિકાના આ પગલાથી જેરુસલેમ પ્રાંતમાં હાલ જે તંગદીલીનો માહોલ છે તેમાં પણ વધારો થઇ જશે અને આંતરીક કોમવાદ પણ વકરી શકે છે. જેરુસલેમમાં જ્યુસની વસતી વધુ છે. અમેરિકાની સરકારે દાવો કર્યો છે કે જેરુસલેમ વર્ષોથી યહુદીઓની રાજધાની રહી છે. ઇતિહાસ તપાસીએ તો પણ ખ્યાલ આવશે કે અહીં યહુદીઓનુ જ શાસન હતું. ટ્રમ્પના આ નિર્ણયથી ત્રણેય ધર્મના લોકો વચ્ચે વિખવાદ થઇ શકે છે તેવી ચેતવણી ચીન, તુર્કી અને અન્ય અરબ દેશોએ પણ આપી છે. જેરુસલેમ વર્ષોથી વિવાદોમાં રહ્યું છે. આ સ્થળ પર ઇસ્લામ, ખ્રીસ્તી, યહુદીઓ ત્રણેય પોતાના પુરાવાઓ સાથે દાવા કરી રહ્યા છે. જેને પગલે ટ્રમ્પનો આ નિર્ણય વિવાદોમાં આવી રહ્યો છે.

જેરુસલેમ પર દરેક ધર્મના લોકોનો અધિકાર : પોપની ટ્રમ્પને અપીલ
પોપ ફ્રાંન્સિસે ડોનાલ્ડ ટ્રમ્પના પગલાને અયોગ્ય જાહેર કર્યું હતું અને જણાવ્યું હતું કે જેરુસલેમ પર સૌનો અધિકાર છે. આ સ્થળને કોઇ એક ધર્મના લોકો માટે જાહેર કરવું અયોગ્ય છે. દરેક ધર્મના લોકો વચ્ચે વાતચીત બાદ આ સ્થળના વિવાદનું નિકારણ લાવવું જોઇએ આ રીતે એક તરફી નિર્ણય ન લેવો જોઇએ. ક્રિશ્ચિયન માટે પણ આ સ્થળ એટલુ જ મહત્વનું છે જેટલુ અન્ય ધર્મના લોકો માટે છે. કોઇ પણ આવા સ્થળનો વિવાદ વાતચીતથી જ ઉકેલી શકાય છે. નોંધનીય છે કે પેલેસ્ટિન પણ આ સ્થળની નજીક જ આવેલુ છે અને તેના પર પણ ક્રિશ્ચિયન દાવો કરી રહ્યા છે. જેના વતી પોપે આ વાત કરી હતી, સાથે તેઓએ આ સ્થળને દરેક ધર્મો માટે ખુલ્લુ મુકી દેવાની હાકલ પણ કરી હતી.

Post Comments