Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઈરમા ફ્લોરિડાને ધમરોળતું ગયું, 33 લાખ મકાનમાં વીજળી ગુલ, 290 અબજ ડોલરનું નુકસાન

- ઇરમાની ગતિ ધીમી પડતાં કેટેગરી ચારમાંથી એકમાં મુકાયું: વાવાઝોડું દ. જ્યોર્જિયા તરફ આગળ વધ્યું

- 60 લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા, અત્યાર સુધીમાં 24નાં મોત

નવી દિલ્હી, તા. 11 સપ્ટેમ્બર, 2017, સોમવાર

ઇરમા વાવાઝોડાએ ફ્લોરિડાને ધમરોડયું હતું, જોકે સોમવારે તે નબળુ પડતા લોકોમાં થોડીઘણી રાહત જોવા મળી રહી છે. ફ્લોરિડાથી આ વાવાઝોડુ જ્યોર્જિયા તરફ આગળ વધ્યું છે.

જોકે તેમ છતા હવામાન વિભાગે જણાવ્યું છે કે હજુ પણ આ વાવાઝોડાનો ખતરો ટળ્યો નથી. હાલ ઇરમા વાવાઝોડુ કેટેગરી એકમાં આવી ગયું છે. એટલે કે તેનાથી અગાઉ કરતા ઓછો ખતરો છે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે વાવાઝોડાની ગતી લગભગ પ્રતિ કલાક ૮૫ માઇલ સુધી પહોંચી ગઇ હતી. સાથે એવુ અનુમાન છે કે તે ઉત્તરીય ફ્લોરિડા કે પછી દક્ષિણ જ્યોર્જીયા પહોંચીને તે લગભગ ફંટાઇ જાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

હજુ પણ ફ્લોરિડામાં જારી ચેતવણીને પાછી ખેંચવામાં નથી આવી. અહીં જે પણ સમુદ્રી વિસ્તારો છે તેને એલર્ટ રહેવા કહેવાયું છે. અહીં આશરે ૬૦ લાખથી પણ વધુ લોકોનું સ્થળાંતર કરી સુરક્ષીત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં હજુ પણ પૂરનો ખતરો છે.

રવિવારે ઇરમા ફ્લોરિડા પર ત્રાટક્યું હતું. જેને પગલે વિજળી ગુલ થતા હજારો લોકોએ હેરાનગતીનો સામનો કરવો પડયો હતો. અનેક મકાનોમાં પાણી ઘુસી ગયા છે. આ વાવાઝોડાની પહોળાઇ આશરે ૬૪૦ કિમી આંકવામાં આવી હતી. તેથી તેની આ પહોંળાઇના લપેટમાં લગભગ આખુ ફ્લોરિડા આવી ગયું હોવાનું અનુમાન છે.

જ્યારે આ વાવાઝોડુ ફ્લોરિડા સાથે ટકરાયું ત્યારે તેને કેટેગરી ચારમાં મુકવામાં આવ્યું હતું, જોકે હવે તે કેટેગરી એકમાં આવી ગયું હોવાથી ખતરો થોડો ઓછો થયો છે પણ ટળ્યો નથી. પ્રતિ કલાક ૧૭૭ કિમીની ગતીએ પવન ફુંકાયો હતો.

આ વાવાઝોડાએ અત્યાર સુધીમાં ૨૪ લોકોનો ભોગ લીધો છે. પ્રાપ્ત માહિતી અનુસાર અત્યાર સુધીમાં આ વાવાઝોડાને પગલે આશરે ૩૩ લાખ લોકો વિજળી વગરના થઇ ગયા હતા.

Post Comments