Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અફઘાન સંસદ પાસે તાલીબાનોએ બે વિસ્ફોટ કરતાં ૨૧ના મોત, ૪૫ ઘાયલ

- સંસદના કર્મચારીઓ નોકરી પુરી કરી જઇ રહ્યા હતા ત્યારે જ વિસ્ફોટ કર્યો

કાબુલ, તા. 10 જાન્યુઆરી, મંગળવાર, 2017
 
કાબુલમાં આજે અફઘાનિસ્તાનની સંસદ પાસે તાલીબાનોએ બે વિસ્ફોટ કરતાં ઓછામાં ઓછા ૨૧ જણા માર્યા ગયા હતા અને ૪૫ ઘાયલ થયા હતા. પાટનગરમાં છેલ્લા કેટલાક સમયથી હિંસાખોરીમાં આવેલા ઘટાડા પછી પિક અવર્સમાં વિસ્ફોટ કરાયા હતા.  સંસદના કર્મચારીઓ જ્યારે નોકરી પુરી કરીને જઇ રહ્યા હતા ત્યારે જ કરેલા વિસ્ફોટની તાલીબાનોએ તરત જ વિસ્ફોટની જવાબદારી લીધી હતી.
 
' પ્રથમ વિસ્ફોટ સંસદની બહાર થયો હતો જેમાં અનેક કામદારો માર્યા ગયા હતા અને કેટલાક ઘવાયા હતા. પગે ચાલીને આવેલા એક આત્મઘાતીએ વિસ્ફોટ કર્યો હતો' એમ સંસદના ઘાયલ સુરક્ષા કર્મી ઝબીએ કહ્યું હતું. બીજો વિસ્ફોટ કારમાં કર્યો હતો. રસ્તાની બીજી બાજુએ પાર્ક કરેલી કારમાં વિસ્ફોટ કરાતા હું નીચે પટકાયો હતો' એમ તેમણે કહ્યું હતું. આ વિસ્ફોટમાં ૨૧ લોકો માર્યા ગયા હતા અને ૪૫ ઘાયલ થયા હતા. ઘાયલોમાં મોટાભાગના નાગરિકો અને સંસદના કર્મચારીઓ હતા.
 
 એક અન્ય સુરક્ષા અધિકારીએ કહ્યું હતું કે વિસ્ફોટમાં અનેક લોકો માર્યા ગયા હતા. આરોગ્ય વિભાગના એક   પ્રવકતાએ કહ્યું હતું કે ૭૦ ઘાયલોને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જે જગ્યાએ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો ત્યાં કેટલાક સાસંદોની પણ ઓફિસો આવેલી છે. જો કે તાલીબાનોના પ્રવકતા ઝબિઉલ્લાહ મુજાહિદે કહ્યું હતું કે તેમનો લક્ષ્ય અફઘાનીસ્તાનની મુખ્ય  ગુપ્તચર એજન્સી હતી. શિયાળાની શરૃઆત થઇ ગઇ હોવા છતાં પણ તાલીબાનો સમગ્ર દેશમાં હુમલા કરવાનું ચુકતા નથી. તેઓ હુમલાઓમાં વધારો કરી રહ્યા છે.
 

Post Comments