Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ન્યૂવેજિન શહેરની એક હોટલમાં દંપતિઓ ડિવોર્સ માટે આવે છે

- નેધરલેન્ડમાં 'એક શહર ઐસા ભી'

- હોટલમાં ડિવોર્સ પેકેજ સાથેનું ભાડું ૧૦૦૦૦ પાઉન્ડ

એર્મ્સ્ટડમ, તા. 19 માર્ચ, 2017, રવિવાર

સામાન્ય રીતે હોટલોમાં મેરેજ અને રિસેપ્શન અને પાર્ટીઓનું આયોજન થતું હોય છે પરંતુ નેધરલેન્ડમાં એક હોટલ છુટાછેડા માટે પ્રખ્યાત છે.આ હોટલમાં પતિ પત્નિ પોતાના લગ્ન જીવનનો અંત લાવવા માટે આવે છે.નવાઇની વાત તો એ છે કે આ હોટલનું નામ પણ ડીવોર્સ હોટલ રાખવામાં આવ્યું છે.

આ વિશષ્ટ પ્રકારની હોટલ શરુ કરવાનો હેતું જેમની વચ્ચે પ્રેમ ઓછો થઇ ગયો હોય અને સંબંધો તૂટવા પર હોય તેવા દંપતીને સારી રીતે સંબંધ તોડવા માટે મદદ કરવાનો છે.આથી લગ્ન થયેલા કપલ બે દિવસ સુધી રહીને જયારે ચેક આઉટ કરે ત્યારે લગ્ન તૂટી ગયા હોય છે.

જો કે આ હોટલમાં કેટલાક કપલને સંબંધ વિચ્છેદ કરવામાં એક વીક સુધીનો પણ સમય લાગે છે.આ હોટલમાં ડાઇવોર્સ પેકેજ સાથેનું ભાડુ ૫૦૦૦ થી માંડીને ૧૦૦૦૦ પાઉન્ડ છે.

આ હોટલમાં દંપતીઓના પેચિંદા મતભેદોને કાયદેસર રીતે ઉકેલવા વકિલની પણ મદદ આપે છે.ખાસ કરીને ફાયનાન્સિયલ બાબતોનો ઉકેલ લાવવામાં આ હોટલ ખૂબજ મદદરુપ બને છે. માનસિક  રીતે હતાશ થયા હોયતો મનોચિકિત્સકનુંપણ મદદ મળે છે.

આ ડાઇવોર્સ હોટલ સાથે સંકળાયેલા મિશલ માર્ટિન કહે છે ડાઇવોર્સ હોટલ એક બીજાથી જુદા પડવા ઇચ્છતા દંપતિને બહારની દુનિયા અને વિચારોના પ્રભાવથી દૂર લઇ જાય તેવું વાતાવરણ પુરું પાડે છે.જેથી કરીેને કોઇની ડખલગીરી વિના સાચો નિર્ણય સારી રીતે લઇ શકે છે.આ કપલને એક બીજા સાથે બ્રેક અપ માટેનો પૂરેપૂરો સમય મળે છે.

પ્રોફેશનલ રીતે ડીવોર્સ લેવામાં ભાગદોડ,આક્ષેપો અને ઝગડાઓ પણ  થતા નથી.જો કે કેટલાક કપલ તો હોટલની તરફ ખૂબસુરતી ભર્યા માહોલમાં રાઇડસની પણ મજા લે છે.

તેઓ જાણે કે છુટા છેડા માટે નહી પરંતુ પ્રેમાલાપ માટે આવ્યા હોય તેવું કૃત્રિમ વર્તન કરે છે.નેધરલેન્ડમાં શરુ થયેલી આ ડાઇવોર્સ હોટલને ખૂબજ સારો પ્રતિસાદ મળ્યો છે. આમ હોટલ પણ વિવિધ પ્રકારની થિમ પર બનવા લાગી છે.

Post Comments