Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પાસપોર્ટ વગર વિમાનમાં ઘુસવાની કોશિશ કરતા ભારતીય એન્જિનિયરની દુબઈમાં ધરપકડ

- ૨૬ વર્ષનો ભારતીય યુવાન એરપોર્ટની દિવાલ કૂદીને રન-વેમાં ઘૂસી આવ્યો હતો

- કંપનીએ પાસપોર્ટ જપ્ત કર્યો હોવાથી પાસપોર્ટ વગર જ મંગેતરને મળવા માટે એન્જિનિયરને ભારત આવવું હતું

(પીટીઆઈ) દુબઈ, તા. 9 ફેબ્રુઆરી, 2018, શુક્રવાર

વેલેન્ટાઈન્સ ડે ઉપર મંગેતરને મળવા માટે ભારત આવવા બેતાબ બનેલો દુબઈ સ્થિત એક ૨૬ વર્ષનો એન્જિનિયર પાસપોર્ટ વગર રન-વે ઉપર ઘૂસી આવ્યો હતો. તેની આ હરકત પછી તુરંત શાહજહા સ્થિત એરપોર્ટ ઓથોરિટીએ તેને પકડી લીધો હતો અને પોલીસને હવાલે કર્યો હતો. ભારતનો આર.કે. નામનો એક એન્જિનિયર દુબઈમાં નોકરી કરતો હતો. તેની કંપનીએ કોઈ કારણોસર તેનો પાસપોર્ટ જપ્ત કરી લીધો હતો. પાસપોર્ટ વગર ભારત આવવું અશક્ય હતું,

બીજી તરફ તેને વેલેન્ટાઈન્સ ડેના દિવસે તેની મંગેતરને મળવું હતું. તે યુનાઈડેટ આરબ અમિરાતના શાહજહા એરપોર્ટની દિવાલ કુદીને રન-વે પર ઘૂસી આવ્યો હતો. તેણે ભારત જતી ફ્લાઈટમાં બસવાની કોશિશ કરી હતી. આખરે શાહજહાના સુરક્ષા જવાનોએ તેને ઝડપી લીધો હતો.

આ ૨૬ વર્ષના સિવિલ એન્જિનિયરે કહ્યું હતું કે હું આઝાદ ઈન્સાન છું અને મારી જિંદગી ફક્ત મારી છે. મારી મંગેતરને મળવા માટે મેં જે હરકત કરી છે તેના માટે મને કોઈ જ અફસોસ નથી. હું ગમે તે ભોગે ભારત આવવા ઈચ્છતો હતો અને એ કારણે મેં આ પગલું ભર્યું હતું.

તેણે સ્થાનિક મીડિયામાં એવું ય કહ્યું હતું કે એવું વિચાર્યું કે જો હું ફ્લાઈટમાં બેસીને ભારત જવામાં સફળ નહીં થાઉં અને પકડાઈ જઈશ તો મને કોર્ટમાં રજૂ કરશે અને કોર્ટ મને કંપની પાસેથી પાસપોર્ટ મેળવીને દેશનિકાલ કરશે. એ સ્થિતિમાં પણ હું ભારત પાછો ફરી શકીશ.

એન્જિનિયર આર.કેએ કહ્યું કે હું મારી મંગેતર સાથે લગ્ન કરવા ઈચ્છું છું. મારી મંગેતર અને તેનો પરિવાર એ માટે તૈયાર છે. મારે મારા પરિવારને એ માટે મનાવવો છે અને તેની હું તૈયારી કરવા ભારત જવાનું આયોજન કરી રહ્યો હતો.

Post Comments