Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ડોનાલ્ડ ટ્રમ્પે આવતા મહિને થનારી બ્રિટનની મુલાકાત રદ્ કરી દીધી

- ટ્રમ્પ નવા દૂતાવાસનું ઉદ્ધાટન કરવા માટે બ્રિટન જવાના હતા

- બ્રિટનનો પ્રવાસ રદ્ કરવા પાછળ ટ્રમ્પે ઓબામા સરકારની નીતિને જવાબદાર ગણાવી : દૂતાવાસનું લોકેશન ઓબામા

(પીટીઆઈ) લંડન, તા. 12 જાન્યુઆરી, 2018, શુક્રવાર

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બ્રિટનમાં બનેલા નવા દૂતાવાસનું ઉદ્ધાટન કરવા આવતા મહિને બ્રિટન જવાના હતા, પણ તેમણે આ પ્રવાસને રદ્ કરી દીધો છે. એ પાછળ ઓબામા સરકારની નીતિને જવાબદાર ગણાવી છે.

ડોનાલ્ડ ટ્રમ્પે એક ટ્વિટ કરીને જણાવ્યું હતું : 'મેં મારી બ્રિટનની મુલાકાત રદ્ કરી છે. કારણ કે ઓબામા સરકારે લંડનની સારી દૂતાવાસ કચેરીને વેચીને નવા પણ અંતરિયાળ લોકેશનમાં નવી ઓફિસ બનાવવાનું નક્કી કર્યું હતું. હવે એ ઓફિસનું ઉદ્ધાટન કરવા જવાનું હોય તો મારો જવાબ છે - ના.'

ઓબામા પ્રમુખ હતા ત્યારે લંડનના ગ્રોસવેનર સ્કવેરમાં આવેલી એમ્બેસીને થેમ્સ નદીની દક્ષિણે આવેલા નાઈન એલ્સમમાં ખસેડવાનો નિર્ણય કર્યો હતો. નવા દૂતાવાસ પાછળ અમેરિકાએ ૧.૨ અબજ ડોલરનો ખર્ચ કર્યો હતો. ટ્રમ્પે આટલા માતબર ખર્ચે તૈયાર થયેલી એમ્બેસી અંગે નારાજગી વ્યક્ત કરીને તેના ઉદ્ધાટનમાં હાજર રહેવાનો ઈનકાર કર્યો છે. ટ્રમ્પે ઓબામાની આ ડીલને બેડ ડીલ ગણાવી હતી.

હવે વિદેશ મંત્રી ટિલરસન આગામી દિવસોમાં આ એમ્બેસીના ઉદ્ધાટન અંગે નવી તારીખ જાહેર કરે એવી શક્યતા છે. મીડિયા અહેવાલોમાં એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી કે ખુદ ટીલરસન આગામી ૧૬મી જાન્યુઆરીએ નવી દૂતાવાસ કચેરીનું ઉદ્ધાટન કરશે. બ્રિટને આ અંગે કોઈ પણ ટીપ્પણી આપવાનો ઈનકાર કર્યો હતો. બ્રિટિશ મીડિયાએ ટ્રમ્પના આ નિર્ણયની ટીકા કરી હતી.

Post Comments