Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચીનનો સિલ્ક રૂટ બન્યો કાંટાળો: આર્થિક અને રાજનૈતિક અડચણો આવી

- ચીનના આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પર સંકટના વાદળો ઘેરાયા

- ચીને 'વન બેલ્ટ, વન રોડ' યોજના 2013માં શરૂ કરી હતી

નવી દિલ્હી, તા. 11 જાન્યુઆરી 2018, ગુરૂવાર

ચીનના મહત્વકાંક્ષી ગણાતા સિલ્ક રોડ પ્રોજેક્ટ શરૂ થતાં પહેલા જ તેમાં અડચણો આવી રહી છે. કારણ કે પાકિસ્તાનમાં આવેલ દાયમર-બાશા બંધને લઇને પાક. અને ચીન વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.

જેમાં ચીન આ બંધ પર માલીકી હક મેળવવા માંગે છે જેનો પાક. દ્વારા વિરોધ કરવામાં આવે છે. તેમજ પાકિસ્તાને જણાવ્યું કે, આ બંધ પર ચીનના હસ્તક્ષેપથી તેમના હિત પર પ્રભાવ પડશે.

જ્યારે બીજી તરફ ચીનના રાષ્ટ્રપતિ જીનપિંગને આ પ્રોજેક્ટને તાન્ઝાનિયા અને હંગેરી સુધી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. જે દેશોમાંથી આ પ્રોજેક્ટ પસાર થાય છે તે દેશોને વધારે લાભ નથી મળતો તેથી આવી દેશો તરફથી ઓછો સહકાર પ્રાપ્ત થતો નથી. આથી તે દેશોમાં આ પ્રોજેક્ટ અધવચ્ચે અટકી પડ્યો છે અથવા બંધ થઇ ગયો છે.

આ પ્રોજેક્ટની ધીમીગતીનું કારણ રાજનૈતિક લાભ અને નુંકસાન પણ છે. કેટલાક દેશોને લાગી રહ્યું છે કે આ પ્રોજેક્ટ પુરો થવાથી એશિયાનો દિગ્ગજ દેશ ચીન વધારે તાકાતવર થઇ જશે. જેના કારણે તેનુ નુકસાન આ દેશોને ભવિષ્યમાં ભોગવવું પડશે. આ પ્રોજેક્ટની શરૂઆત ચીને 2013માં કરી હતી. આ યોજનાથી ચીન દુનિયાની વિભિન્ન દેશોમાં પહોંચવા માગે છે.

એશિયા, યુરોપ, અને આફ્રિકાના 65 દેશોને જોડવા માટેની ચીનની આ યોજનાને 'વન બેલ્ટ, વન રોડ' યોજના નામ આપવામાં આવ્યુ છે.  જે 'ન્યૂ સિલ્ક રૂટ' નામથી પણ ઓળખવામાં આવે છે. ચીને ઘણી વખત ભારતને પાતાની આ યોજનામાં જોડવા માટે પ્રયત્નો કર્યા પરંતુ ભારતે તેનો વિરોધ કર્યો કારણ કે ચીન એક તરફ પાક.ને ભારતના હિત વિરૂદ્ધ મદદ કરે છે જ્યારે આ પ્રોજેક્ટમાં ભારતને સામેલ કરી બહુમુખી વાતો કરે છે.


લેટેસ્ટ સમાચારોની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઇક કરો તથા ટ્વિટર પર ફોલો કરો

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

Post Comments