Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

માલદીવ મુદ્દે ભારત સાથે ઘર્ષણમાં નહીં ઉતરીએ, અમે ભારત સાથે સંપર્કમાં : ચીન

- દોકલામ અને મસૂદ જેવા મુદ્દે બાખડેલા ભારત-ચીન માલદીવ મુદ્દે એક

- માલદીવમાં લશ્કર મોકલતા પહેલાં માલદીવની ઇચ્છા જાણવાનું ડ્રેગનનું ભારતને સૂચન

અમારી ધરતી પર સર્જાયેલી કટોકટી ઉકેલવા ભારતે ચીનથી વધુ સક્રિય ભૂમિકા ભજવવી જોઈએ: માલદીવ
(પીટીઆઈ) બેજિંગ, તા. 9 ફેબ્રુઆરી, 2018, શુક્રવાર

ચીને આજે જણાવ્યું હતું કે, માલદીવનો પ્રશ્ન કેવી રીતે ઉકેલવો એ વિશે અમે ભારત સાથે સંપર્કમાં છીએ. જોકે, અમે નથી ઇચ્છતા કે, ભારત અને ચીન વચ્ચે માલદીવના કારણે નવો વિવાદ ઊભો થાય. જોકે, માલદીવનો પ્રશ્ન આંતરિક છે એટલે ત્યાં કોઇ દેશે લશ્કરી હસ્તક્ષેપ ના કરવો જોઈએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ માલદીવ મુદ્દે ટેલિફોનિક ચર્ચા કરી ચૂક્યા છે. આ મુદ્દે જવાબ આપતા ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા જેંગ શુઆંગે કહ્યું હતું કે, વિશ્વએ માલદીવના સાર્વભૌમત્વ અને આઝાદીનું સન્માન કરવું જોઈએ. માલદીવની મુશ્કેલીઓ આંતરિક છે. આ મુશ્કેલીઓનો લાગતા-વળગતા પક્ષો સાથે ચર્ચા કરીને અંત લાવી શકાય છે. અમે પણ માલદીવની આંતરિક બાબતોમાં દખલીગીરી નહીં કરીએ. આ દરમિયાન માલદીવ સરકારે કહ્યું હતું કે, હાલના સંજોગોમાં ભારતે માલદીવમાં ચીન કરતા વધુ સક્રિય ભૂમિકા ભજવવી જોઈએ.

ભારતીય લશ્કર માલદીવ જવા તૈયાર છે એ વિશે શુઆંગે કહ્યું હતું કે, કોઇ પણ દેશે માલદીવ શું ઇચ્છે છે એ જાણવાની દરકાર રાખવી જોઇએ. માલદીવમાં રાજકીય સ્થિરતા અને વિકાસ જળવાઇ રહે એ માટે બીજા દેશોએ રચનાત્મક પગલાં ભરવા જોઈએ. આ દરમિયાન માલદીવના પ્રમુખ અબ્દુલ્લા યામીને તેમના આર્થિક વિકાસ મંત્રી મોહમ્મદ સઇદને ચીન મોકલ્યા છે, પરંતુ આ બેઠકમાં ભાગ લેવા ભારત સરકારે તારીખોનો મુદ્દો આગળ ધરીને કોઇ પ્રતિનિધિમંડળ મોકલ્યું ન હતું. યુએન સિક્યોરિટી કાઉન્સિલે પણ માલદીવ મુદ્દે ચર્ચા કરવા બેઠક બોલાવી છે.

શુઆંગે કહ્યું હતંુ ક, મોહમ્મદ સઇદે વિદેશ મંત્રી વાંગ યીને માલદીવની સ્થિતિ વિશે ઊંડાણપૂર્વક જણાવ્યું હતું. માલદીવે દાવો કર્યો છે કે, તેઓ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા મક્કમ છે. આ ઉપરાંત તેઓ મોટા ભાગના મુદ્દા સ્વતંત્રપણે ઉકેલવા માંગે છે. નોંધનીય છે કે, છેલ્લાં ઘણાં સમયથી ભારત અને ચીન વચ્ચે ઘર્ષણ થઈ ચૂક્યું છે. સરહદી વિવાદ મુદ્દે બંને દેશે દોકલામમાં ૭૩ દિવસ સુધી સામસામે સૈનિકો ખડકી દીધા હતા. આ ઉપરાંત યુએનમાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી મસૂદ અઝહર વિરુદ્ધ મત નહીં આપીને પણ ચીન ભારત સાથે દાંડાઇ કરી ચૂક્યું છે.

Post Comments