Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટ્રમ્પના ડ્રીમર પ્રોજેક્ટ બંધ કરવાના નિર્ણયને કેલિફોર્નિયાએ કોર્ટમાં પડકાર્યો

- ટ્રમ્પના નિર્ણયનો વિરોધ તીવ્ર બને છે

- અગાઉ ૧૫ રાજ્યોએ ટ્રમ્પના નિર્ણયને કોર્ટમાં પડકાર્યો છે: ટ્રમ્પે બંધારણનો ભંગ કર્યાનો આક્ષેપ

(પી.ટી.આઇ.) સેક્રમેન્ટો, તા. 12 સપ્ટેમ્બર, 2017, મંગળવાર

અમેરિકામાં ગેરકાનૂની રીતે રહેતા બાળકોની હકાલપટ્ટી સામે રક્ષણ આપતા ડ્રીમર પ્રોજેક્ટને ટ્રમ્પ સરકારને બંધ કરતાં ચોમેર વિરોધ થયો છે. અમેરિકાના ૧૫ રાજ્યોએ આ નિર્ણયને કોર્ટમાં પડકાર્યો છે. હવે કેલિફોર્નિયાએ પણ આ નિર્ણયને કોર્ટમાં પડકારતાં રાજ્યોની સંખ્યા ૧૬ થઇ છે.

એટર્ની જનરલે જણાવ્યું હતું કે તેમણે મેરીલેન્ડ,મેઇન અને મિનેસોટાના એટર્ની જનરલ સાથે મળીને કોર્ટમાં પડકાર ફેંક્યો છે. ટ્રમ્પ વહિવટી તંત્રે ડ્રીમર પ્રોજેક્ટ બંધ કરીને બંધારણનો ભંગ કર્યો હતો.

અરજીમાં જણાવ્યું હતું કે વહીવટી તંત્રે આ નિર્ણયની નકારાત્મક અસરો અંગે વિચારવાની કાળજી લીધી નથી. પ્રોગ્રામના લાભાર્થીઓ વિશ્વાસપૂર્વક આપેલી માહિતીનો ટ્રમ્પ વહિવટી તંત્રે દુરૃપયોગ પણ કર્યો હતો. કેલિફોર્નિયા પોતે એકલું જ દાવો કરી સકે તેમ હતું. ટ્રમ્પના અવિચારી નિર્ણયથી લગભગ બે થી આઠ લાખ બાળકોને અસર થશે.

Post Comments