Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અંતે પાકિસ્તાને કુલભૂષણ જાધવની પત્નીને મળવાની પરવાનગી આપી

- ભારતે માનવતાના ધોરણે જાધવની માતાને મળવા દેવાની માગણી કરી હતી

- ભારતે આંતરરાષ્ટ્રીય કોર્ટના દ્વાર ખટખટાવીને પાકિસ્તાનમાં ફાંસીની સજાનો સામનો કરી રહેલા જાધવની ફાંસ

પાકિસ્તાને ગયા વર્ષે માર્ચ મહિનામાં જાસૂસીના કેસમાં બલુચિસ્તાનમાંથી કુલભૂષણ જાધવની ધરપકડ કરી હતી
(પીટીઆઈ) ઈસ્લામાબાદ, તા. 10 નવેમ્બર, 2017, શુક્રવાર

પાકિસ્તાનમાં જાસુસીના આરોપ હેઠળ ફાંસની સજાનો સામનો કરી રહેલા કુલભૂષણ જાધવની પત્નીને મળવા દેવાની પરવાનગી માનવતાના ધોરણે આપવામાં આવશે. આ અંગેની જાણકારી પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આપી હતી. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પાક. મિલિટરી કોર્ટ દ્વારા ફાંસીની સજા પામેલા ભારતીય કમાન્ડર કુલભૂષણ જાધવ તેની પત્નીને મળી શકે એ માટેની પરવાનગી પાકિસ્તાન સરકારે આપી છે.

વિદેશ મંત્રાલયના કહેવા પ્રમાણે ઈસ્લામાબાદ સ્થિત ભારતીય દૂતાવાસને આ બાબતની જાણકારી આપવામાં આવી છે અને ટૂંક સમયમાં કુલભૂષણ જાધવની પત્નીને પાકિસ્તાનમાં જાધવને મળી શકે એ માટેના વિઝા આપવામાં આવશે. ભારતે થોડા સમય પહેલાં પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને એવી રજૂઆત કરી હતી કે માનવતાના ધોરણે જાધવને મળવા ઈચ્છતી તેમની માતાને પાકિસ્તાને વિઝા આપવા જોઈએ. જોકે, પાકિસ્તાને ત્યારે એ માગણીનો કોઈ જ ઉત્તર આપ્યો ન હતો.

પાકિસ્તાને ગયા વર્ષે માર્ચ મહિનામાં જાસૂસીના આરોપ હેઠળ બલુચિસ્તાનમાંથી ભારતીય નાગરિક કુલભૂષણ જાધવની ધરપકડ કરી હતી. પાકિસ્તાની મિલિટરી કોર્ટે મે-૨૦૧૬માં જાધવને ફાંસીની સજા આપી હતી. એ પછી ભારતે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં અરજી કરી હતી. આંતરરાષ્ટ્રીય કોર્ટે પાકિસ્તાની મિલિટરી કોર્ટે ઉતાવળે ફાંસીની સજા આપી છે એટલે એ નિર્ણય ઉપર સ્ટે આપ્યો હતો અને ભારતની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો.

૪૬ વર્ષના કુલભૂષણ જાધવ મુદ્દે ભારતે અવારનવાર પાકિસ્તાનને માનવતાના ધોરણો અપનાવવાની રજૂઆત કરી હતી. આખરે વારંવારની રજૂઆત પછી પાકિસ્તાને પહેલી વખત નમતું જોખીને કુલભૂષણ જાધવની પત્નીને મળવાની પરવાનગી આપવાની તૈયારી બતાવી છે. કુલભૂષણ જાધવ બાબતે પાકિસ્તાનના નરમ પડેલા વલણે તેના પરિવાર માટે નવી આશા જગાવી છે.

Post Comments