Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શિયાળામાં કાળા ગાજરનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે રામબાણ છે

- જાણો, કાળા ગાજર અને તેના જ્યુસના ગુણકારી ફાયદાઓ વિશે

અમદાવાદ, તા. 12 જાન્યુઆરી 2018, શુક્રવાર 
 
શિયાળામાં જેટલું ખાઓ તેટલું ઓછુ છે. કેટલીય વસ્તુઓ મોસમ અનુસાર આવે છે. જેમાંથી એક છે ગાજર. ગાજરના પણ બે પ્રકાર છે એક કાળું ગાજર અને બીજું લાલ ગાજર. લાલ ગાજરનો ઉપયોગ મોટાભાગે શાકભાજીમાં કરવામાં આવે છે અને કાળા ગાજરનો ઉપયોગ જ્યુસમાં કરવામાં આવે છે. કાળા ગાજરમાં ભરપૂર પોષક તત્વ હોય છે. તેમાં એન્થોસાઇનિન નામના એન્ટી-ઑક્સીડન્ટ મળી આવે છે. 
 
જાણો, કાળા ગાજરના ફાયદા : 
 
લોહીને શુદ્ધ કરે છે
કાળા ગાજર ખાવાથી નસોમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે તથા લોહીની શુદ્ધી પણ થાય છે. કાળા ગાજરનો જ્યુસ પણ લોહી શુદ્ધ કરવામાં મદદરૂપ થાય છે. આ કારણથી ખીલ જેવી સમસ્યા થવાની શક્યતા ઓછી થઇ જાય છે. 
 
વાળ માટે પણ ફાયદાકારક 
દરરોજ કાળા ગાજરનો જ્યુસ પીવાથી વાળ ખરવાની સમસ્યામાં પણ ફાયદો મળે છે. 
 
આંખો માટે પણ ગુણકારી છે
કાળા ગાજર આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. કાળા ગાજરના સેવનથી આંખોની રોશની વધે છે. કાળા ગાજરમાં વિટામિન એ પર્યાપ્ત માત્રામાં મળી આવે છે. 
 
કોલેસ્ટ્રોલ લેવલ ઓછુ કરે છે
કાળા ગાજરના સેવનથી શરીરમાં કૉલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું રહે છે. કાળા ગાજરનો જ્યુસ બનાવીને પણ પી શકાય છે. રાત્રે ભોજન લેતી વખતે ગાજરનો જ્યુસ પીવાથી ઘણા ફાયદા થાય છે. 
 
પાચનતંત્ર ઠીક રહે છે
કાળા ગાજરનું દરરોજ સેવન કરવાથી પેટની તમામ સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે. 

Post Comments