Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગુજરાતી સાહિત્ય પરિષદમાં એક સમયે વિજ્ઞાન સમિતિ પણ હતી

- ગુજરાતી ભાષામા વંચાતું ઘણું ખરું વિજ્ઞાન સાહિત્ય પરદેશથી આવેલું અને અનુવાદિત થયેલું છે

- બહુ ઓછા લેખકો વિજ્ઞાન સાહિત્ય એટલે કે સાયન્સ ફિક્શન પ્રકારની વાર્તા લખવા તરફ વળ્યા છે

ગુજરાતી ભાષામા વંચાતું ઘણું ખરું વિજ્ઞાન સાહિત્ય પરદેશથી આવેલું અને અનુવાદિત થયેલું છે. બહુ ઓછા લેખકો વિજ્ઞાન સાહિત્ય એટલે કે સાયન્સ ફિક્શન પ્રકારની વાર્તા લખવા તરફ વળ્યા છે. તેના વિવિધ કારણો પૈકી એક કારણ ગુજરાતી સાહિત્યની સંસ્થાઓનું ઉદાસિન વલણ ગણી શકાય. ગુજરાતી ભાષા અને સાહિત્યનું સંવર્ધન કરતી સૌથી મોટી સંસ્થા ગુજરાતી સાહિત્ય પરિષદમાં હાલ વિજ્ઞાન લેખનને કોઈ સ્થાન નથી. ૧૯૦૫માં સ્થપાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદમાં એક સમયે એવા વિદ્વાનો સત્તા પર હતા જેઓ વિજ્ઞાન લેખનનું મહત્ત્વ સમજતાં હતા. માટે વિજ્ઞાન સમિતિની પણ સ્થાપના થઈ હતી. ૧૯૨૦માં એક વિજ્ઞાન સમિતિ ગુજરાતી સાહિત્ય પરિષદના નેજા હેઠળ સ્થપાઈ હતી. પ્રીતમરાય વ્રજરાય દેસાઈ તેના મંત્રી હતા. એ વખતે વિજ્ઞાન સમિતિનો અહેવાલ પણ પ્રગટ થયો હતો. અહેવાલમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે ગુજરાતીમાં કેવુક વિજ્ઞાાન સાહિત્ય છે એ જાણવુ અને પછી પ્રોત્સાહન આપવું એ મુખ્ય કામગીરી કરવાની છે. એ વખતે વિજ્ઞાન સબંધિત પુસ્તકો કેટલા છે, તેની યાદી પણ તૈયાર કરવામાં આવી હતી, જેમાં ૨૦૦થી ઓછા પુસ્તકો હોવાનું જણાઈ આવ્યુ હતુ. સાથે સાથે અહેવાલની પ્રસ્તાવનામાં અંગ્રેજીમાં વિજ્ઞાન સબંધિત કેટલા અને કેવા પુસ્તકો છે, તેની નોંધ પણ લેવામાં આવી હતી. ગુજરાતી સાહિત્ય પરિષદની વેબસાઈટ પર નોંધ્યા પ્રમાણે ૧૯૨૦ના અમદાવાદ અધિવેશન, ૧૯૩૧ના ભાવનગર અધિવેશન અને નડિયાદમાં ભરાયેલા નવમા અધિવેશનમાં વિજ્ઞાનને વિષય તરીકે ગણીને તેની ચર્ચા થઈ હતી. હવે સાહિત્ય પરિષદ અને સાહિત્ય અકાદમી એવા બે ફાંટા પડી ગયા છે અને મુર્ધન્ય સાહિત્ય કારો એ ફાંટાના છેડે ઉભા રહીને એકબીજા તરફ પથરા ફેંકતા રહે છે. એ સંજોગોમાં કોઈને વિજ્ઞાન સાહિત્ય યાદ આવે એવી શક્યતા ઓછી છે. અકાદમી અને પરિષદ દ્વારા અપાતા વિવિધ ઈનામો, પ્રોત્સાહનમાં પણ વિજ્ઞાનનો ખાસ સમાવેશ થતો નથી.

 

 

 

 

 

ગુજરાતી સાહિત્ય પરિષદની વિજ્ઞાન સમિતિનો અહેવાલ

Post Comments