Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આઇ ચેક-અપ ન કરાવનારા ડાયાબિટીસના મોટાભાગના દર્દી વિઝન ગુમાવે છે

મોતીયાના ઓપરેશનમાં ક્રાંતિકારી પરિવર્તન જરૃર આવ્યા છે પરંતુ જામર અને ડાયાબીટિસને કારણે ડેમેજ થઇ ગયેલા વિઝનને પરત લાવી શકાતું નથી. તેથી આજે 'વર્લ્ડ વિઝન ડે'ના દિવસે ગાફેલ રહ્યા વગર તમારી આંખનું ચેકઅપ આઇ સ્પેશિયાલિસ્ટ પાસે અચૂક કરાવો.
માન્યુ કે સાયન્સ અને ટેક્નોલોજી બહુ આગળ વધી ગઇ છે. તેનાથી મોતીયાના ઓપરેશનમાં ક્રાંતિકારી પરિવર્તન જરૃર આવ્યા છે પરંતુ જામર અને ડાયાબિટીસને કારણે ડેમેજ થઇ ગયેલા વિઝનને પરત લાવી શકાતું નથી. તેથી આજે 'વર્લ્ડ વિઝન ડે'ના દિવસે ગાફેલ રહ્યા વગર તમારી આંખનું ચેકઅપ આઇ સ્પેશિયાલિસ્ટ પાસે અચૂક કરાવો. જેથી ભવિષ્યમાં વિઝન ગુમાવવાનો વારો ન આવે. શરીરના અમુક રોગો એવા છે જેની અસર આંખ પર થતી હોય છે પરિણામે આપણે વિઝન ગુમાવી બેસીએ છીએ. જેમકે ડાયાબીટિસ. ડાયાબીટિસમાં દર્દીનું સુગર લેવલ કન્ટ્રોલમાં હોય તો પણ તે આંખમાં ઉતરી શકે છે. ડાયાબીટિસ આંખમાં ઉતર્યા બાદ આંખના વિઝનમાં તરત તો કોઇ ફેરફાર દેખાતો નથી પણ તે ધીરેધીર અથવા અચાનક આંખને નુકસાન ચોક્કસ પહોંચાડે છે. જેમાં દર્દી વિઝન ગુમાવી બેસે છે. એવી જ રીતે જામરનું છે. લોકોમાં ખોટી માન્યતા છે કે જામર જામે તો જ જામર થાય પરંતુ એવું નથી. જામરમાં આંખની નસો સૂકાવા લાગે છે જેથી ઘણાને સાઇટનું તો ઘણાને સામેનું દેખાતું ધીરે ધીરે ઓછું થવા લાગે છે. છતાં પણ સારવાર કરવામાં ન આવે તો દર્દી કાયમ માટે વિઝન ગુમાવી બેસે છે. એક સૂકાઇ ગયેલી નસને ફરી જીવંત કરી શકાતી નથી. પરંતુ સમસસર સારવાર કરવામાં આવે તો આસપાસની બીજી નસોને સૂકાતી જરૃર અટકાવી શકાય છે અને નબળી પડતી દ્રષ્ટિને અટકાવી શકાય છે.  

આંખની જાળવણી કરવા

  • વર્ષમાં એક વખત આઇ ચેકઅપ કરાવો
  • સ્મોકિંગ ન કરો
  • આલ્કોહોલનું સેવન ન કરો
  • નિયમિત કસરત કરો
  • ઘરની બહાર નીકળો ત્યારે ઉત્તમ ક્વોલિટીના ગોગલ્સ પહેરો
  • ડાયાબીટીસને કન્ટ્રોલમાં રાખો
  • ફળો અને લીલાશાકભાજીનો ભરપૂર ઉપયોગ કરો
  • ઓમેગા ૩ ફેટી એસિડ લો.

દવાના ટીપાં નાંખવાનું બંધ કરતા બે વર્ષ પછી એકાએક મારું વિઝન જતું રહ્યું.
ગાંધીનગરમાં આવેલા છાલાગામમાં રહેતા ગૌતમભાઇ મહેરિયા એસઆરપીમાં નોકરી કરતાં હતાં. આજથી આઠ વર્ષ પહેલાં નોકરી દરમિયાન તેમને આંખે દેખાવાનું ઓછું થઇ જતાં ડોક્ટરનો સંપર્ક કર્યો. જેમાં આંખમાં વેલ અને જામર હોવાનું બહાર આવ્યું. સારવાર કર્યા બાદ વિઝનમાં ઘણો ફાયદો થયો અને તેમને નિયમિત રીતે આંખમાં ટીપા નાંખવાની ડોક્ટરે સલાહ આપી. શરૃઆતના વર્ષો તો નિયમિત ટીપા નાંખ્યા. ગૌતમભાઇ કહે છે, 'મને આંખે સારું દેખાતું હોવાથી મેં જાતે જ ટીપાં નાંખવાનું બંધ કરી દીધું. બે વર્ષ પછી એકાએક મારું વિઝન જતું રહ્યું. ટીપાં બંધ કરવાથી આંખમાં જામર એટલી હદે વધી ગયું કે હવે તેની સારવાર શક્ય નથી. પરિણામે મારે નોકરીમાં ૧૨ વર્ષ બાકી હોવા છતાં નોકરી છોડવી પડી. મારી સામે શું છે તે જોવા માટે મારે ત્રાસા થવું પડે છે, કારણ કે મારું સાઇટનું થોડું વિઝન છે. પણ મને એટલું ધુંધળું દેખાય છે કે હું કોઇનો ચહેરો સ્પષ્ટપણે જોઇ શકતો નથી. મેં ક્યારેય કલ્પના જ નહોતી કરી કે હું આવી સ્થિતિમાં મૂકાઇશ. મને મારી બેદરકારીનો અફસોસ છે. પણ તમારે મારી જેમ વિઝન ગુમાવું ન પડે તેનું ધ્યાન રાખજો.
ડાયાબિટીસ ક્યારે મારા વિઝનમાં ઉતરી આવ્યો તેનો ખ્યાલ ન રહ્યો
સુરેશભાઇ ભટ્ટ શિક્ષણ ખાતામાં હતાં રિટાયર થયા પછી તેઓ આંખની હોસ્પિટલમાં મેનેજર તરીકે કામ કરતાં હતાં. તે કહે છે, 'મને ડાયાબીટિસ છે. જેને  કંટ્રોલમાં રાખવા હું નિયમિત દવા લઉં છું. તેમ છતાં મારી આંખમાં ક્યારે ડાયાબીટિસ ઉતરી આવ્યો તેનો મને ખ્યાલ જ ન રહ્યો, કારણ કે મારું વિઝન સ્પષ્ટ હતું. હું આંખની હોસ્પિટલમાં હતો તેથી ડાયાબિટીસને લીધે આંખમાં, કિડની પર શું અસર થઇ શકે એ હું સારી રીતે જાણતો હતો. પરંતુ મેં ક્યારેય મારી આંખ ચેક ન કરાવી. આપણને એમ કે મને શું થવાનું છે. પણ એક દિવસ એક આંખે ધુધળું દેખાવા લાગ્યું ત્યારે ખબર પડી કે આ ડાયાબીટિસના લીધે થયું છે પણ હવે કંઇ થઇ શકે એમ નથી. તેથી જે લોકોને ડાયાબિટીસ હોય તેમણે આંખે ચોખ્ખું દેખાતું હોય તો પણ નિયમિત રીતે આંખની તપાસ કરાવવી જોઇએ. જેથી વિઝન ગુમાવવાનો વારો ન આવે.
 

Post Comments