Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટ્રાફિક નિયમનો ભંગ કરશો તો માત્ર ૧૫ સેકન્ડમાં જ મોબાઈલ ૫ર ચલણ આવી જશે

એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે યોજાયેલા  'KAIZEN-2017'માં સ્ટુડન્ટસે વિવિધ પ્રોજેક્ટ રજૂ કર્યા હતા. પોતાની ક્રિએટિવિટીને આ પ્રોજેક્ટ્સ દ્વારા રજૂ કર્યા હતા. વિવિધ સ્કૂલ અને ઇન્ડસ્ટ્રીઅલના લોકોએ પણ આ ઈવેન્ટની મુલાકાત લીધી હતી.

વ્હિકલ રિક્ગનેશન એન્ડ ફાઈન ઓટોમેશન સિસ્ટમ
કમ્પ્યુટર ડિપાર્ટમેન્ટના તિલકે આ પ્રોજ્ેક્ટ બનાવ્યો છે.જેમાં વ્હિકલ ચાલક ટ્રાફિક નિયમનો ભંગ કરે તો તરત જ ૧૫ સેકન્ડમાં તેના મોબાઈલમાં ચલણ પહોંચી જાય છે. જેના માટે નંબર રજિસ્ટર હોવો જરૃરી છે. ૬૦ કિ.મી.ની ઝડપથી પણ વાહનચાલક જતો હોય અને ટ્રાફિક નિયમ ભંગ કરે તો પણ ચલણ પહોંચી જાય છે. જ્યારે હાલ ઈ મેમો ઘરે આવતા મહિના જેટલો સમય લાગી જાય છે.

સ્માર્ટ સર્વિંગ સિસ્ટમ
ઈ.સી. ડિપાર્ટમેન્ટના વિશ્વા ભાવસાર, રવિના ભાવસાર, હિરલ રાઘવાનીએ આ પ્રોજેક્ટ બનાવ્યો છે. જેમાં સ્માર્ટ ફ્લોર પાર્કિંગ ડિસ્પ્લે, ટીએફટી ટચ ડિસ્પ્લે ફોર ઓનર, ગ્રાફિક્સ ડિસ્પ્લે ફોર કિચન અને સ્માર્ટ સર્વિંગ રૃમ એમ ચાર સેક્શન બનાવવામાં આવ્યા છે. જેનો ઉપયોગ હોટલ, પ્લેન, ટ્રેન, પાર્કિંગમાં થઈ શકે છે. ડિઝીટલ ઈન્ડિયા તરફનો આ એક પ્રયાસ છે.

કાર્બન ફૂટ પ્રિન્ટ
ઈસી ડિપાર્ટમેન્ટના શિખા વર્મા, પ્રતિ પ્રસાદ, સુચી યાજ્ઞિાકે આ પ્રોજેક્ટ બનાવ્યો છે. જેમાં હાર્ડવેર અને સોફ્ટવેરનો ઉપોયગ કરવામાં આવ્યો છે. જેનાથી રૃમમાં કાર્બનનું પ્રમાણ જાણી શકાય છે. જો રૃમમાં કાર્બનનું પ્રમાણ વધી જાય તો રજિસ્ટર કરેલા ઈમેલ આઈડી પર આ અંગેનો એક મેલ પણ મળી જાય છે. બાદમાં તેનું પ્રમાણ કંટ્રોલ કરવા લેવલ ગોઠવી શકાય છે.

ઓટોમેટિક કલર મેકિંગ સિસ્ટમ
આઈસી ડિપાર્ટમેન્ટના આનંદ ડેડાણીયા, પંકજ મેવાડા, હિમાંશુ રાઠોડે આ પ્રોજેક્ટ બનાવ્યો છે. પીએલસી( પ્રોગ્રામેબલ લોજીક કંટ્રોલર)થી તેનું કંટ્રોલ થાય છે. આ મશીનમાં ત્રણ પ્રિમીયર કલર રેડ, બ્લૂ અને યલોનો યુઝ કરવામાં આવે છે. જેના ઉપયોગથી જ વિવિધ કલર કોમ્બિનેશન બનાવી શકાય છે. આ એક ફાસ્ટ પ્રોસેસ છે અને તેમાંથી બનતા કલર્સનો ઉપયોગ વિવિધ રંગરોગાન માટે પણ કરી શકાય છે.

મિકેનાઈઝ્ડ કમ્પોસ્ટિંગ ટમ્બલર
એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટના ઈકબાલ બેલીમે પ્રો.યોગેશ ગજેરાના માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટ બનાવ્યો છે. આ ટમ્બલરમાં ડ્રાય અને વેટ એટલે કે ઝાડના પાંદડા અને શાકભાજીના પાંદડા વગેરેને મિક્સ કરીને કમ્પોસ્ટ મેળવી શકાય છે. બંનેને મિક્સ કરીને ટમ્બરમાં નાખીને મિક્સ કરીને પંદરેક દિવસ રાખી મૂકતા ખાતર મેળવી શકાય છે.

હાઈડ્રોડાયનેમિક કેવિટેશન
એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટની ભાષા મહેતાએ પ્રો. હુમા સૈયદના માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટ બનાવ્યો છે. આ મશીનથી ગંદા પાણીમાં કોઈ પણ જાતનું કેમિકલ ઉમેર્યા વગર વેન્ચ્યુરી સિદ્ધાંતના આધારે સ્વચ્છ અને ચોખ્ખુ પાણી મેળવી શકાય છે.

ઓટોમેટિક ટાયર ઈન્ફ્લેશન સિસ્ટમ
મિકેનિકલ ડિપાર્ટમેન્ટના કતિમોંગ જમીર, લોંગશિયંગ સપોઈ, વેકોરો, યાનશુમોંગે આ પ્રોેજેક્ટ બનાવ્યો છે. આમાં ટાયર સાથે પંપીગ ડિવાઈસ જોડવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ ફોર વ્હિલર માટે ઉપયોગી છે. કાર જ્યારે ચાલે ત્યારે સમય જતા તેમાં હવાનું પ્રેશર ઘટે છે. જેથી આ ડિવાઈસ લગાવતા જેમ જેમ હવા ઘટતી જાય તેમ ઓટોમેટિક તેમાં હવા આ પંપ દ્વારા પૂરાતી જાય છે.

વેટ સાયક્લોન સેવરેટર
એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટના ડેરર મર્ચન્ટે પ્રો. હુમા સૈયદના માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટ બનાવ્યો છે. આ મશીનનો ઉપયોગ ઈન્ડસ્ટ્રીઝની ચીમનીમાંથી નીકળતા કાળા ધૂમાડાને શુદ્ધ કરવા માટે કરી શકાય. ઈન્ડસ્ટ્રિઝમાં ગેસમાંથી ફાઈન પાર્ટિકલ્સ પીએમ૨.૫ને દૂર કરવા કરવા ખૂબ જ ફાયદાકારક છે.

Post Comments