Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિશ્વના ૮૫૦ બાળ વૈજ્ઞાાનિક અમદાવાદના મહેમાન બનશે

વિશ્વના ૮૫૦ બાળ વૈજ્ઞાાનિક અમદાવાદના મહેમાન બનશે

નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ ૨૭થી ૩૧ ડિસેમ્બર દરમિયાન સાયન્સ સિટી ખાતે યોજાશે, જેમાં ૧૦ એશિયાઈ દેશ ઉપરાંત ભારતના બાળ વૈજ્ઞાાનિકો ભાગ લેશે
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસનું આયોજન ૨૭થી ૩૧ ડિસેમ્બર દરમિયાન સાયન્સ સિટી ખાતે થશે, જેમાં ૧૦ એશિયાઈ દેશ ઉપરાંત ભારતના તમામ રાજ્યના ૧૦થી ૧૭ વર્ષના બાળ વૈજ્ઞાાનિકો ભાગ લેશે. જ્યારે સાથે આ સાયન્સ કોંગ્રેસમાં પ્રથમ વખત ફિઝિકલ ચેલેન્જ ૫૦ વિદ્યાર્થીઓ પણ પાર્ટિસિપેટ કરશે. આ અંગે માહિતી આપતા આયોજક નરોત્તમ સાહુ કહે છે કે ૨૪-૨૫ નવેમ્બરે ગૂજરાત વિદ્યાપીઠમાં સ્ટેટ સાયન્સ કોંગ્રેસનું આયોજન થયું હતું, જેમાં રાજ્યના ૩૫૦ બાળ વૈજ્ઞાાનિકએ પ્રોજેક્ટ રજૂ કર્યા હતા. જેમાંથી અમે ૨૫ જેટલા બાળકોના પ્રોજેક્ટને સિલેક્ટ કરવામાં આવ્યા હતા. હવે  નેશનલ લેવલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસનું આયોજન થઈ રહ્યું છે, જેમાં ૫૦ જેટલા પ્રોજેક્ટ એશિયાઈ દેશો ૭૫૦ ભારતના તમામ રાજ્યો અને ૫૦ ફિઝિકલ ચેલેન્જ બાળકોના એમ મળીને ૮૫૦ પ્રોજેક્ટ રજૂ થશે.
પ્રથમવાર વિદ્યાર્થીઓને પોતાની માતૃભાષામાં પ્રોજેક્ટ રજૂ કરવા છૂટ
આ વખતે દરેક વિદ્યાર્થી પોતાની પ્રાદેશિક ભાષામાં પ્રોજેક્ટ રજૂ કરે તેવી અપીલ કરી છે અને આ પ્રોજેક્ટોને અન્ય રાજ્યાના વિદ્યાર્થીઓ સમજી શકે તે હેતુથી પ્રથમ વખત ૭૦ ભાષાના એક્સપર્ટની ટીમ તૈયાર કરાઈ રહી છે જે ટ્રાન્સેલટરનું કામ કરીને એક-બીજાના પ્રોજેક્ટને સમજવાવાનો પ્રયાસ કરશે.
સિલેક્ટેડ પ્રોજેક્ટને મોટી સંસ્થામાં મોકલાશે
દેશભરમાંથી જે બેસ્ટ પ્રોજેક્ટ સિલેક્ટ થશે તે પ્રોજેક્ટને ઈસરો, આઈઆઈટી, પીઆરએલ કે અન્ય સાયન્સની સંસ્થાઓમાં મોકલાશે અને વિદ્યાર્થીઓ પોતાના પ્રોજેક્ટને વધુ સારી રીતે તૈયાર કરી શકે તે માટે આ સંસ્થાઓની લેબનો ઉપયોગ કરવાની પરમિશન અપાશે.
આ મુદ્દાઓ પર પ્રોજેક્ટ રજૂ કરશે
જીવનશૈલી અને આજીવિકા, કુદરતી સંસાધન વ્યવસ્થાપન, આરોગ્ય, સ્વચ્છતા અને પોષણ, ખોરાક અને કૃષિ, પરંપરાગત જ્ઞાાન પ્રણાલી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને એનર્જી થીમ પર વિદ્યાર્થીઓએ પ્રોજેક્ટ રજૂ કરવાના રહેશે.
 

Post Comments