Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સાયબર ક્રાઈમમાં ૩૩% ફ્રોડ ફાઇનાન્સને લગતા હોય છે

આઈસીએઆઈ દ્વારા ઈન્ફોર્મેશન ટેકનોલોજી પરની બીજી વાષક કોન્ફરન્સનો ૧૦ નવેમ્બરથી આરંભ થયો, જેમાં વિવિધ વિષયો પર વિચાર વિમર્શ થશે
ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ) દ્વારા ઈન્ફર્મેશન ટેકનોલોજી પરની બીજી વાષક કોન્ફરન્સનો ૧૦ નવેમ્બરથી આરંભ થયો છે. જેમાં આઈસીએઆઈ, નવી દિલ્હીની કમિટી ઓન ઈન્ફર્મેશન ટેકનોલોજી દ્વારા આયોજિત અને આઈસીએઆઈની ડબલ્યુઆઈઆરસીની અમદાવાદ બ્રાન્ચનાં યજમાનપદે યોજાઈ રહેલી આ કોન્ફરન્સની થીમ 'મેટામોરફોસિસ - ધ ન્યુ ટુમોરો ડિજીટલ એન્ડ ફોરેન્સીક' પરની છે. બે દિવસ સુધી યોજાઈ રહેલી ડિજિટલ એન્ડ ફોરેન્સીક વિષય પરની આ કોન્ફરન્સમાં દેશનાં જાણીતા તજજ્ઞાો વાત કરશે, જેમાં પ્રથમ દિવસે  ગુજરાતનાં એન્ટી કરપ્શન બ્યુરોનાં સ્પેશ્યલ ડાયરેક્ટર કેશવકુમાર આઈપીએસ અને ગુજરાત ફોરેન્સીક સાયન્સ યુનિવસટીનાં ડાયરેક્ટર જનરલ ડો.જી.એમ વ્યાસ દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું.
આજે બિટકોઈન પર ચર્ચા થશે
એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટનાં જોઈન્ટ ડાયરેક્ટર વિશાલ સનપ, આઈઆરએસ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે અને જે ટોપિક્સના વિચાર વિમર્શ થશે તેમાં ડિકોડીંગ મની લોન્ડરિંગ, મની લોન્ડરિંગ ઈન ધીસ ડિજિટલ ઈમર્જન્સ, ફોરેન્સિક-વર્ચ્યુઅલ ટુ રિયાલ્ટી અને ઈમર્જિંગ ડિજિટલ કરન્સી બિટકોઈન, બ્લોક ચેઈન્સ, ક્રીપ્ટો કરન્સીઝનો સમાવેશ થાય છે.
સાયબર ક્રાઈમમાં ૩૩ ટકા ફ્રોડ ફાઇનાન્સને લગતા હોય છે જેથી આ ફ્રોડને રોકવા નાગરિકોએ જાગૃત થવું પડશે. તેમજ આ ઈન્ફોર્મેશન ટેકનોલોજીના યુગમાં ચાર્ટર એકાઉન્ટન્સનો ફોરેન્સિક એકાઉન્ટન્ટ તરીકે ઘણો મોટો રોલ રહેશે. અમદાવાદમાં યોજાયેલી આ બે દિવસની ઈન્ફોર્મેશન ટેકનોલોજીની કોન્ફરન્સ દેશ માટે મહત્વની સાબીત થશે. કેશવકુમાર આઈપીએસ
ચાર્ટર એકાઉન્ટન્ટ પાસે જે નોલેજ કોમર્સ અને ઓડીટનું છે તેનો ઉપયોગ કરીને ફોરેન્સિકની અંદર ઈન્વેસ્ટિગેશન કરવાનું છે અને એમાંથી એવું આઇડેન્ટિફાય કરવું પડે કે આ કયા હેતુસર કામ થયું છે તેમાં કોઈ ડેટાનું ટેમ્પરિંગ થયું હોય તો તે ડેટામાં ટેકનોલોજી અને એનાલિટીકલ સોફ્ટવેરનો યુઝ કરીને ઈન્વેસ્ટિગેશન કરવામાં ચાર્ટર એકાઉન્ટટનો મોટો રોલ છે.
ડૉ.જી.એમ વ્યાસ, ગુજરાત ફોરેન્સિક યુનિ.
 

Post Comments