Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જિલ્લાની શાળાઓમાં મતદારોની જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજાયા

- વકતૃત્વ સ્પર્ધા, રંગોળી અને ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન થયું : રેલી પણ કરાઈ

ગાંધીનગર, તા. 10 નવેમ્બર, 2017, શુક્રવાર

ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે તા.૧૪ ડીસેમ્બરના રોજ મતદાન થવાનું છે ત્યારે મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત આજે જિલ્લાની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા વકતૃત્વ, રંગોળી અને ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. તો ઘણી શાળાઓમાં રેલી યોજીને પણ મતદારોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો.

લોકશાહી દેશમાં ચૂંટણીનું અનેરૃ મહત્વ છે ત્યારે આ ચૂંટણીમાં મતદારો જાગૃત થઈને મતદાન કરીને લોકશાહીને જીવંત રાખે તે માટે વિવિધ કાર્યક્રમો થતાં રહેતા હોય છે ત્યારે ગાંધીનગર જિલ્લામાં તા.૧૪ ડીસેમ્બરના રોજ પાંચ બેઠકો માટે મતદાન થવાનું છે ત્યારે જિલ્લાના મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ કેળવાય તે હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહયું છે.

એટલું જ નહીં આ માટે જિલ્લાની તમામ શાળાઓને વિવિધ જાગૃતિના કાર્યક્રમો કરવા માટે સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત આજે શાળાઓમાં મતદાન જાગૃતિ માટે ચિત્ર સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા અને રંગોળી સ્પર્ધાનું આયોજન થયું હતું.

ઘણી શાળાઓએ બેનર્સ પોસ્ટર્સ સાથે ગામમાં રેલી યોજીને મતદારોને ગામમાં ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન કરવા માટે પ્રેરણા આપી હતી. નોંધવું રહેશે કે જે ગામોમાં પ૦ ટકા કરતાં ઓછું મતદાન થાય છે ત્યાં આ કાર્યક્રમ કારગત નીવડશે.
 

Post Comments