Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જિલ્લામાં હજુ સુધી આચારસંહિતા ભંગની એકપણ ફરિયાદ જ નહીં!

- ચૂંટણી જાહેર થયાના ૧પ દિવસ બાદ પણ

- ચૂંટણી તંત્ર ફરિયાદ નહીં મળતાં સુઓમોટોના આધારે જ આચારસંહિતાનું પાલન કરાવી રહયું છે

ગાંધીનગર, તા. 10 નવેમ્બર, 2017, શુક્રવાર

ગાંધીનગર જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થયાને ૧પ દિવસ બાદ હજુ સુધી એકપણ આચારસંહિતા ભંગની ફરિયાદ થવા પામી નથી. અત્યાર સુધીમાં ચૂંટણી તંત્રએ આચારસંહિતા હેઠળ જાતે જ કામગીરી કરીને રપ૦૦થી વધુ બેનર્સ પોસ્ટર્સ હટાવી લીધા છે અને આગામી સમયમાં પણ કામગીરી ચાલુ રાખવાનું નક્કી કર્યું છે. તંત્રનું માનવું છે કે ઉમેદવારો જાહેર થયા બાદ ફોર્મ ભરાવાની પ્રક્રિયા પછી જ આચારસંહિતા ભંગની ફરિયાદો વધશે.  

ગત તા.રપ ઓકટોબરના રોજ રાજય ચૂંટણી પંચ દ્વારા વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે તેમ જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે તા.૧૪ ડીસેમ્બરના રોજ મતદાન થવાનું છે. તા.રપ ઓકટોબરથી જ જિલ્લામાં આચારસંહિતાના અમલની કામગીરી શરૃ થઈ ગઈ હતી.

જે અંતર્ગત ચૂંટણી તંત્ર દ્વારા જાહેર અને ખાનગી મિલકતો ઉપર લગાડવામાં આવેલા રપ૦૦થી વધુ પોસ્ટર્સ અને બેનર્સ હટાવવામાં આવ્યા છે અને ચૂંટણી તંત્રની ટીમો દ્વારા રાઉન્ડ ધી ક્લોક કામગીરી કરીને આવા બેનર્સ પોસ્ટર્સ હટાવવામાં આવી રહયા છે. જિલ્લામાં હજુ સુધી એકપણ આચારસંહિતા ભંગની ફરિયાદ જિલ્લા ચૂંટણી તંત્રને મળી નથી.

તંત્ર દ્વારા સામેથી જ સુઓમોટો આધારે આદર્શ આચારસંહિતાનું પાલન કરાવવામાં આવી રહયું છે.  સુત્રોનું માનીએ તો હજુ ઉમેદવારો જાહેર નહીં થયા હોવાના કારણે કયાય આચારસંહિતા ભંગ થતી હોય તેવું સામે આવ્યું નથી. પરંતુ ઉમેદવારો જાહેર થયા બાદ જિલ્લામાં આ પ્રકારની ફરીયાદો વધશે તેવું લાગી રહયું છે.

Post Comments