Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જિલ્લા પંચાયત પાસે હીટ એન્ડ રનમાં ઘાયલ યુવાનનું મોત

- ગાંધીનગરના ચ-માર્ગ ઉપર

- સાયકલ સવાર યુવાનને અજાણ્યો કારચાલક અડફેટે લઈ ફરાર થઈ ગયો હતો

ગાંધીનગર,તા. 3 જાન્યુઆરી 2018, બુધવાર

ગાંધીનગર શહેરના પહોળા રાજમાર્ગો ઉપર અકસ્માતના બનાવો વધી રહયા છે ત્યારે દસ દિવસ અગાઉ રાત્રે શહેરના ચ-માર્ગ ઉપર જિલ્લા પંચાયત પાસે પુરઝડપે જઈ રહેલી કારે સાયકલ સવાર યુવાનને અડફેટે લેતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ગઈરાત્રે આ યુવાનનું મોત નીપજયું હતું. આ અંગે સે-૭ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ફરાર કાર ચાલકને પકડવા દોડધામ શરૃ કરી છે.  

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં છેલ્લા ઘણાં સમયથી અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહયો છે. તેમાં પણ મુખ્ય એવા ઘ અને ચ-માર્ગો ઉપર સ્પીડ બ્રેકરના અભાવે વાહનો રોકટગતિએ જતાં હોય છે અને તેના કારણે ગંભીર અકસ્માતો બનતાં હોય છે. છેલ્લા ઘણાં સમયથી હીટ એન્ડ રનની પણ ઘટના વધી રહી છે જેમાં વાહનચાલકો અકસ્માત સર્જીને ભાગી જવામાં સફળ થઈ રહયા છે. પોલીસ તેમને પકડી પણ શકતી નથી. ત્યારે ગત તા.રર ડીસેમ્બરે આવી જ એક ઘટના બનવા પામી હતી. શહેરના સે-ર૩માં આવેલી બી-૧ ટાઈપ વસાહતમાં ૧૪૮/૧૨માં રહેતાં રામમગન નાગસર કોરીના ૩પ વર્ષીય જમાઈ અશોકભાઈ ઉદણભાઈ કોરી રાત્રે સાયકલ લઈને ચ-માર્ગ ઉપરથી પસાર થઈ રહયા હતા તે દરમ્યાન ચ-પથી જિલ્લા પંચાયતની વચ્ચે પુરઝડપે જઈ રહેલી કારે અશોકભાઈની સાયકલને જોરદાર ટક્કર મારી હતી. જેથી તેઓ નીચે પટકાયા હતા અને શરીરે ગંભીર ઈજાઓ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમ્યાન તેમનું ગઈકાલે રાત્રે મોત નીપજયું હતું. આ ઘટના અંગે હાલ સે-૭ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ફરાર કારચાલકને પકડવા માટે દોડધામ શરૃ કરી છે.
 

Post Comments