Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

છ રંગમંચમાં રૃા.પ૬.૪૦ લાખના ખર્ચે બોરવેલ બનાવવામાં આવશે

- ગાંધીનગર મહાનગરપાલિકા સંચાલિત

- રંગમંચોનું રીનોવેશન કરતી એજન્સીનો વધુ છ માસનો સમય લંબાવાશે

- આગામી સોમવારે સ્થાયી સમિતિની બેઠક

ગાંધીનગર,તા.9 ફેબ્રુઆરી 2018, શુક્રવાર

ગાંધીનગર મહાનગરપાલિકા સંચાલિત રંગમંચોમાં પાણીની જરૃરીયાતને ધ્યાને રાખીને કોર્પોરેશન દ્વારા બોરવેલ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું ત્યારે હવે સ્થાયી સમિતિની તા.૧રમીએ મળનારી બેઠકમાં એલ-૧ આવેલા પ૬.૪૦ લાખના ટેન્ડરને મંજૂરી આપવામાં આવશે તો તેની સાથે સે-૭ અને ર૮માં રીફ્યુઝ ટ્રાન્સપોર્ટ સ્ટેશન રીનોેવેશન માટે પણ ૬૨.૬૬ લાખના ટેન્ડરને મંજૂરી આપવામાં આવશે. તો ગાંધીનગરમાં રંગમંચોને પાર્ટી પ્લોટ તરીકે વિકસાવનાર એજન્સીની મુદત વધુ છ માસ માટે લંબાવવા માટે પણ નિર્ણય લેવામાં આવશે.

રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરની રચના કરવામાં આવી ત્યારે તમામ જુના સેકટરોમાં રંગમંચ બનાવવામાં આવ્યા હતા પરંતુ સમયાંતરે આ રંગમંચોનું રીનોવેશન નહીં થતાં રંગમંચ ખંડેર હાલતમાં ફેરવાઈ ગયા હતા. છેવટે સરકાર દ્વારા રંગમંચના રીનોવેશનની જવાબદારી ગાંધીનગર મહાનગરપાલિકાને સોંપી દેવામાં આવી હતી જેથી છ કરોડ ઉપરાંતના ખર્ચે આ રંગમંચોને પાર્ટીપ્લોટ સમકક્ષ બનાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જો કે ચોમાસામાં ભારે વરસાદના કારણે સમયસર કામ શરૃ નહીં થતાં રીનોવેશનની કામગીરી વધુ છ માસ લંબાવવા માટે પણ આગામી સ્થાયી સમિતિની બેઠકમાં નિર્ણય લેવામાં આવનાર છે તો તૈયાર થનારા આ રંગમંચોમાં પાણીની સમસ્યા સર્જાય નહીં તે હેતુથી કોર્પોરેશન દ્વારા સે-૧૬, ૨૦, ૨૨, ૨૮, ૨૯ અને ૩૦માં બોરવેલ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેમાં ૬૦.૬૫ લાખનો અંદાજ રાખવામાં આવ્યો હતો.

જો કે પ૬.૪૦ લાખમાં પટેલ રવજીભાઈ ખેમાભાઈ બોરવેલ બનાવવા તૈયાર થતાં તેમને ટેન્ડર આપવા માટે નિર્ણય લેવામાં આવશે. તો ગાંધીનગર શહેરમાં કચરો ઘરેઘરેથી એકઠો કરીને સે-૭ અને સે-ર૮ના રીફયુઝ ટ્રાન્સપોર્ટ સ્ટેશન ખાતે લાવવામાં આવે છે અને ત્યાંથી મોટા કોમ્પેકટર વાહનોમાં ડમ્પીંગ સાઈટ સુધી લઈ જવામાં આવે છે. આ રીફ્યુઝ ટ્રાન્સપોર્ટ સ્ટેશનોની આસપાસ ભારે ગંદકીની ફરિયાદો ઉઠવા પામી હતી અને તેમાં પણ ચોમાસામાં પાણી ભરાવાના કારણે ખુબજ કાદવ થતો હતો જેથી આ સેન્ટરોને પણ  મજબુત બનાવવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અંતર્ગત ૬૨.૬૬ લાખમાં આ બન્ને સેન્ટરોને રીનોવેશન કરવા માટેનો નિર્ણય લેવામાં આવશે.

Post Comments