Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મેન્ટલ હૈ ક્યાની રમૂજી તસવીરો શૅર કરાઇ

-આ કંઇ નવાં મોજાંની એડ નથી, કંગનાએ સ્પષ્ટતા કરી

-એકતા કપૂરની જરા હટ કે ટાઇપની કોમેડી છે

મુંબઇ તા.૯

ટોચની અભિનેત્રી કંગના રનૌત કોઇ ઉટપટાંગ યોગાસન કરી રહી હોય અને અભિનેતા રાજકુમાર રાવ પોતાના કપાળ પર ચાંલ્લો કરવાની જગ્યાએ સળગતી સિગારેટ અડાડી રહ્યો હોય એવી રમૂજી તસવીરો સોશ્યલ મિડિયા પર શૅર કરાઇ હતી.

જો કે કંગના રનૌતે તરત સ્પષ્ટતા કરી હતી કે હું કોઇ મોજાંની એડ કરી રહી નથી. આ તો અમારી આગામી ફિલ્મ મેન્ટલ હૈ ક્યાના પ્રમોશનનો એક હિસ્સો છે.

બાલાજીની સર્વેસર્વા એકતા કપૂર મેન્ટલ હૈ ક્યા ફિલ્મ બનાવી રહી છે. આ એક અલગ પ્રકારની કોમેડી ફિલ્મ છે જેમાં ક્ંગના સાથે પોતાના આગવા અભિનયથી પંકાઇ રહેલેા અભિનેતા રાજકુમાર રાવ ચમકી રહ્યો છે. એકતાની નિકટનાં સૂત્રોએ કહ્યું કે આમ તો આ ફિલ્મની કથા મનોરોગ અને જાતજાતની ભ્રમણાને લગતી છે. પરંતુ એકતાએ જરા જુદી રીતે એના પ્રમોશનની તરકીબ અપનાવી છે. એ એવા ફોટોગ્રાફ શૅર કરી રહી છે કે લોકોની ઉત્કંઠા તીવ્ર થઇ જાય અને લોકો ફિલ્મ જોવા ઉત્સુક થઇ જાય.

ક્વીન પછી ફરી વાર રાજકુમાર રાવ અને કંગના સાથે ચમકી રહ્યાં છે. રાજકુમાર રાવે કહ્યું કે આ ફિલ્મની સ્ક્રીપ્ટે મને ઉત્તેજિત કરી દીધો અને મેં ફિલ્મ કરવાની હા પાડી દીધી. આવા મનોરોગી વિશે અગાઉ મેં કદી સાંભળ્યુ નહોતું અને આવી ચેલેંજ સ્વીકારવામાં મને મજા પડે છે એટલે મેં હા પાડી.

Post Comments